મથુરા
ઉત્તર પ્રદેશના અન્ય એક મંત્રી લક્ષ્મી નરૈન ચૌધરીએ કહ્યું હતું કે જાે કૃષ્ણ મંદિર મથૂરામાં નહીં બને તો શું પાકિસ્તાનના લાહોરમાં બનાવવામાં આવશે? ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવા જઇ રહી છે તે પહેલા મથૂરાનો વિવાદ વધી રહ્યો છે. જ્યારે અગાઉ ઉત્તર પ્રદેશના જ અયોધ્યાનો વિવાદ પણ આ જ રીતે ચર્ચામાં રહ્યો હતો.અયોધ્યા જેવો જ વિવાદ મથૂરામાં ઉભો થઇ રહ્યો છે. એવામાં બળતામાં ઘી હોમવા જેવુ નિવેદન ઉત્તર પ્રદેશના મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ આપ્યું છે. આનંદ સ્વરૂપે કહ્યું છે કે મુસ્લિમોએ મથૂરાના મંદિરના પરિસરમાં જે મસ્જિદ આવેલી છે તેને મંદિરના ટ્રસ્ટને સોપી દેવી જાેઇએ. શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ અને કેટલાક હિન્દુ સંગઠનો દાવો કરી રહ્યા છે કે આ મંદિરની નજીક જે મસ્જિદ આવેલી છે તે મંદિરના ટ્રસ્ટની જમીન પર બનાવવામાં આવી છે માટે તેના પર ટ્રસ્ટનો અધિકાર પહેલા છે. કેટલાક હિન્દૂ સંગઠનોએ જાહેરાત કરી હતી કે આ મસ્જિદમાં તેઓ કૃષ્ણની મૂર્તિ સૃથાપિત કરશે. સાથે જ આ માગ સાથે રેલીઓ પણ કાઢશે. જેને પગલે બાબરી ધ્વંસની વરસીએ છ તારીખે મથૂરામાં કરફ્યૂ જેવો માહોલ હતો. એવામાં હવે ઉત્તર પ્રદેશના મંત્રી આનંદ સ્વરૂપે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ મસ્જિદને મુસ્લિમોએ હિન્દૂઓને સોપી દેવી જાેઇએ. મંત્રીએ દાવો કર્યો હતો કે ડો. રામ મનોહર લોહિયાએ કહ્યું હતું કે ભારતના મુસ્લિમોએ એ માનવું જાેઇએ કે રામ અને કૃષ્ણ તેમના પૂર્વજાે છે જ્યારે બાબર, ઓરંગજેબ અને અકબર હુમલાખોરો હતા અને તેમના દ્વારા જે પણ ઇમારત બનાવવામાં આવી હોય તેની સાથે મુસ્લિમોએ પોતાને ન જાેડવા જાેઇએ. મંત્રીએ કહ્યું હતું કે મુસ્લિમ સમાજે સામે ચાલીને આગળ આવવું જાેઇએ અને મથૂરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ પરિસરમાં જે વ્હાઇટ સ્ટ્રક્ચર આવેલું છે તેને હિન્દૂઓને સોપી દેવું જાેઇએ.
