મુંબઈ
યશ રાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરાયેલી ફિલ્મ વોરમાં ઓડિયન્સને અનોખું કોમ્બિનેશન જાેવા મળ્યું હતું. રિતિક રોશન અને ટાઈગર શ્રોફ અભિનીત આ ફિલ્મ ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી. બે જનરેશનના ટેલેન્ટેડ એક્શન અને ડાન્સિંગ સ્ટાર્સ ધરાવતી ફિલ્મ ‘વોર’ બોક્સઓફિસ પર સુપર ડુપર હિટ રહી હતી અને રૂપિયા ૫૦૦ કરોડથી વધુનું કલેક્શન મેળવ્યું હતું. આ સાથે જ, ફિલ્મના સોન્ગ પણ સુપર હિટ રહ્યા હતા. હવે, ફરી એકવાર આ ફિલ્મના આગામી પાર્ટની તૈયારી હોવાનું સામે આવ્યું છે. ટાઈગર શ્રોફે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની સ્ટોરીમાં એક પોસ્ટર શેર કર્યું હતું. આ પોસ્ટરમાં દર્શાવેલા ચહેરાના અડધા ભાગમાં રિતિક રોશન દેખાય છે જયારે અડધા પાર્ટમાં ટાઈગરનું મોઢું છે. આ ઈમેજ પોસ્ટ કરવાની સાથે જ ટાઈગરે લખ્યું હતું કે શું તમે સૌ ‘વોર ૨’ માટે તૈયાર છો? ફેન્સે ટાઈગરની સ્ટોરી પર પોઝિટિવ રિએક્શન આપ્યા હતા અને તેઓ આ સ્પાય ફિલ્મ સિરીઝની આગામી ફિલ્મની રાહ જાેઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું અને આ ફિલ્મ અંગે શું અપડેટ છે તે જાણવા માટે આતુરતા દર્શાવી હતી.


