દિલ્હી
દિલ્હી એક્સાઇઝ પોલિસીના કથિત કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાની કેટલીક મિલકતો જપ્ત કરવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સીએ દાવો કર્યો હતો કે ૫૨ કરોડની સંપત્તિ છે. આમ આદમી પાર્ટી તેના પર કહી રહી છે કે, માત્ર ૮૦ લાખ રૂપિયાની સંપત્તિ જ જપ્ત કરવામાં આવી છે. ઝ્રસ્ અરવિંદ કેજરીવાલે આ કથિત કૌભાંડ દ્વારા આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે સિસોદિયાની સંપત્તિને કૌભાંડ સાથે દૂર-દૂર સુધી કોઈ લેવાદેવા નથી. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી આ કૌભાંડ કેસમાં ઘણા સમયથી જેલમાં બંધ છે. ઈડ્ઢ સતત તેની સામે કાર્યવાહી કરી રહી છે. પૂછપરછ અને દરોડાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે, વડાપ્રધાન દિલ્હીની આમ આદમી પાર્ટી સંભાળી શકતા નથી. દિલ્હી સરકાર શાનદાર કામ કરી રહી છે, તેથી તેમનો એક જ ઉદ્દેશ્ય છે કે, કોઈપણ રીતે આમ આદમી પાર્ટીના કામોને રોકવા અને ઈડ્ઢ, ઝ્રમ્ૈં, પોલીસ દ્વારા અવરોધો ઉભા કરવો. વિપક્ષી એકતા પર પૂછાયેલા સવાલનો જવાબ આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ૨૩ જૂને પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠક દરમિયાન કોંગ્રેસે કહ્યું હતું કે, સંસદ સત્ર શરૂ થવાના ૧૫ દિવસ પહેલા કોંગ્રેસ જાહેરમાં એલાન કરશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આ વટહુકમ વિરુદ્ધ છે અને સંસદમાં આ વટહુકમ વિરુદ્ધ મતદાન કરશે તો અમે રાહ જાેઈ રહ્યા છીએ. ત્યારબાદ ર્નિણય લેવામાં આવશે.


