Delhi

DDLJ ફિલ્મમાં ‘રાજ’ના રોલ માટે આદિત્ય ચોપરાની પહેલી પસંદ શાહરૂખ ખાન નહીં પરંતુ..

નવીદિલ્હી
‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની ગણતરી બોલિવૂડની સૌથી સફળ અને શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે. એટલું જ નહીં આ ફિલ્મને શાહરૂખ ખાનના કરિયરની સૌથી શાનદાર ફિલ્મ પણ માનવામાં આવે છે. ૧૯૯૫માં રિલીઝ થયેલી ડ્ઢડ્ઢન્ત્ન એ ફિલ્મ હતી જેણે શાહરૂખ ખાનને રોમાંસનો કિંગ બનાવી દીધો. આ ફિલ્મમાં શાહરૂખે રાજ અને કાજાેલે સિમરનની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં બંનેના કેરેક્ટરને એટલા પસંદ કરવામાં આવ્યા હતા કે આજે પણ સિનેમાપ્રેમીઓ તેને યાદ કરે છે. બ્લોકબસ્ટર બનેલી આ ફિલ્મે ઘણા એવોર્ડ જીત્યા અને દર્શકોને પણ દિવાના બનાવી દીધા. પરંતુ શું તમે જાણો છો, શાહરૂખ પહેલા રાજનું પાત્ર કોઈ અન્ય એક્ટરને ઓફર કરવામાં આવ્યું હતું. આ રાજના રોલ માટે આદિત્ય ચોપરાની પહેલી પસંદ શાહરૂખ ખાન નહીં પરંતુ સૈફ અલી ખાન હતો. પરંતુ, સૈફ અલી ખાને આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. સૈફે આવું કેમ કર્યું? શું તમારા મનમાં પણ આ જ પ્રશ્ન ઘૂમી રહ્યો છે? તો તમને જણાવીએ કે હકીકતમાં, જ્યારે યશ ચોપરાએ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની સ્ટોરી પર કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેણે કેરેક્ટર અનુસાર સૈફ અલી ખાનને લીડ એક્ટર તરીકે લેવાનું વિચાર્યું. જેનું કારણ હતું સૈફ અલી ખાનનો બોલવાનો અંદાજ અને તેનો એક્સેંટ. તેને લાગ્યું કે ઈન્ડો અમેરિકન અફેરની આ સ્ટોરીમાં સૈફ અલી ખાન એકદમ ફિટ બેસશે, પરંતુ જ્યારે તેણે સૈફને ફિલ્મ ઑફર કરી તો તેણે સમય અને તારીખોના અભાવે ફિલ્મ કરવાની ના પાડી દીધી. અહીં સૈફ અલી ખાને ના પાડી અને ત્યાં આ રોલ શાહરૂખ ખાન પાસે ગયો. શાહરૂખ ખાને ફિલ્મ માટે હા પાડી અને આ ફિલ્મે તેને લોકપ્રિયતાના તે શિખર પર લઈ ગઈ, જ્યાં પહોંચવાનું હજુ પણ ઘણા એક્ટર્સ સપનું જુએ છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે રિલીઝ થયા પછી ઘણી છોકરીઓ રાજ જેવો પ્રેમી મેળવવાના સપના પણ જાેવા લાગી હતી. જે તેમના માટે કોઈપણ હદ સુધી જાય. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના દરેક સીન અને દરેક ડાયલોગને થિયેટરમાં વખાણવામાં આવ્યો હતો. અમરીશ પુરીનો ડાયલોગ ‘જા સિમરન જા..જી લે અપની ઝિંદગી’હોય કે શાહરૂખનો ‘પલટ’ ડાયલોગ હોય.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *