નવીદિલ્હી
દેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મુદ્દે ક્રાંતિ આવી છે એમ કહી શકાય. નાના પેમેન્ટ માટે લોકો ેંઁૈં નો ઉપયોગ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઓનલાઈન પેમેન્ટ મોડમાં સતત વધારો થઈ રહ્યો છે. તમે ેંઁૈં ટ્રાન્ઝેક્શનના ક્રેઝને એ અર્થમાં પણ સમજી શકો છો કે એક મહિનામાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ેંઁૈં દ્વારા ઓગસ્ટમાં રેકોર્ડ બ્રેકિંગ ટ્રાન્ઝેક્શન્સ થયા છે. માત્ર એક મહિનામાં ેંઁૈંએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા ૧૦ અબજનો આંકડો પાર કરી લીધો છે. દ્ગઁઝ્રૈંની માહિતી અનુસાર, ઓગસ્ટમાં ેંઁૈં દ્વારા લગભગ ૧૦.૨૪ અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા.દ્ગઁઝ્રૈંના ડેટા અનુસાર ઓગસ્ટ મહિનામાં ેંઁૈં ટ્રાન્ઝેક્શનનો આંકડો વધીને ૧૦.૨૪ અબજ થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન લગભગ રૂ. ૧૫,૧૮,૪૫૬.૪ કરોડના વ્યવહારો થયા છે. ત્યારે જુલાઈમાં યુપીઆઈ દ્વારા ૯.૯૬ અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા. કોરોના બાદ ેંઁૈં ટ્રાન્ઝેક્શન સતત વધી રહ્યા છે. ેંઁૈં વ્યવહારોની ઝડપી વૃદ્ધિ પાછળ ઊઇ કોડની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે. ઊઇ કોડ દ્વારા, લોકો સરળતાથી પેમેન્ટ કરી શકે છે. અહેવાલો અનુસાર, ેંઁૈં ભારતમાં ૩૩ મિલિયનથી વધુ યુનિક વપરાશકર્તાઓ છે. ઁર્રહીઁી, ય્ર્ર્ખ્તઙ્મી ઁટ્ઠઅ, ઁટ્ઠઅંદ્બ, ઝ્રિીઙ્ઘ અને છદ્બટ્ઠર્ડહ ઁટ્ઠઅ જેવી ેંઁૈં એપ્સને કારણે ેંઁૈં ટ્રાન્ઝેક્શનમાં વધારો થયો છે. ભારતના ેંઁૈંનો ડંકો માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ વાગી રહ્યો છે. ઘણા દેશો ભારતની ેંઁૈં ચુકવણી પદ્ધતિ અપનાવવા માંગે છે. જાપાન સહિત ૩૫ થી વધુ દેશો હવે ભારતની ેંઁૈં ટેક્નોલોજી અપનાવવા માંગે છે. ૈંસ્હ્લએ ભારતના ડિજિટલ પેમેન્ટ મોડ ેંઁૈંની પણ પ્રશંસા કરી હતી. ેંઁૈં એ આજના યુગમાં લોકો માટે પેમેન્ટ કરવાની સૌથી સરળ રીત જણાય છે. પાનની દુકાનોથી લઈને ઓલા-ઉબેર સવારી સુધી, તેઓ ેંઁૈંને તેમની ચુકવણી પદ્ધતિ બનાવે છે. ત્યારે હવે ઓક્ટોબર અને નવેમ્બરની તહેવારોની સિઝનમાં તેમાં વધુ વધારો થવાની ધારણા છે. આ બંને મહિનામાં લોકો ઘણી ખરીદી કરે છે. લોકો રોકડ કરતાં વધુ ેંઁૈં ટ્રાન્ઝેક્શન કરે છે.

