Gujarat

ડબકા ગામે જર્જરિત આંગણવાડીમાં ટપકતા પાણી વચ્ચે બાળકોનો અભ્યાસ

વડોદરા
વડોદરાના પાદરામાં ચોમાસાની સિઝનમાં જીવના જાેખમે ભણવા માટે ભૂલકાઓ મજબૂર બન્યા છે. ડબકા ગામે જર્જરિત આંગણવાડીમાં ટપકતા પાણી વચ્ચે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આંગણવાડીની હાલત એવી છે કે ગમે ત્યારે મોટી દૂર્ઘટના સર્જાઈ શકે છે. દીવાલો જર્જરીત છે, છતમાંથી પોપડા પડે છે અને તિરાડો તો એટલી મોટી છે આંગણવાડીની દીવાલોમાંથી આરપાર જાેઈ શકાય તેમ છે. તો આંગણવાડીની નજીક જ દારૂની ખાલી બોટલો એ વાતની ચાળી ખાય છે કે અહીં અસામાજિક તત્વોનો અડ્ડો જામે છે.વાલીઓએ અનેક વખત રજૂઆત કરી છે. પરંતુ ડબકા ગામની બંન્ને આંગણવાડીનું નવું બિલ્ડિંગ બનાવ્યું નથી. નઘરોળ તંત્ર કુંભકર્ણની ઊંઘમાં છે અને ભૂલકાઓ ભયના ઓથારતળે અભ્યાસ કરવામાં મજબૂર બન્યા છે. ત્યારે સવાલ એ થાય છે જાે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ. શું આવી રીતે ભૂલકાઓનો પાયો મજબૂત ઘડાશે. શું આવી રીતે ભણશે ગુજરાત. ક્યાં સુધી નવા ઓરડા બનાવવાના સરકારના દાવા માત્ર કાગળ પર જ રહેશે.પાદરાના ડબકા ગામ જર્જરીત આંગણવાડીઓમાં ભૂલકાં ઓ શિક્ષણ મેળવી રહ્યા છે, અત્યંત જર્જરિત ડબકાના ભાગોળમાં બે આંગણવાડીઓમાં ચોમાસામાં પાણી પણ ટપકે છે. રાજ્ય સરકાર શાળાઓ તેમજ પાયાના શિક્ષણ માટે હંમેશા કટિબબદ્ધ છે, પરંતુ પાદરાના ડબકામાં પાયાનું શિક્ષણ અને સંસ્કાર મેળવી રહેલા ભુલાકાઓ ભયના ઓથા નીચે શિક્ષણ મેળવી રહ્યા છે. ડબકા ગામની ભાગોળમાં આવેલ બે આંગણવાડી છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત છે, જેના કારણે ચોમાસામાં સતત પાણી ટપકતું હોય છે. આવી જર્જરિત આંગણવાડીમાં બાળકો અભ્યાસ કરે છે. વારંવાર રજુઆત કરવા છતાં પણ આંગણવાડી નવી બની રહી નથી. આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો સતત ભયના ઓથા હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. આંગણવાડી બિસ્માર હાલતમાં છે અને અસામાજિક તત્વો દ્વારા આંગણવાડી પાસે ખાલીની દારૂ બોટલો પણ નાખતા હોય છે. જેથી વાલીઓએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. આંગણવાડી જર્જરિત અને ચારે બાજુથી ખખડધજ બની છે ત્યારે આ હાલતની આંગણવાડીની નવીન બનાવવા માટે ડબકા ગામના આગેવાનોએ વારંવાર માગણી કરી છતાં પણ હજુ બની નથી.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *