મકસુદ કારીગર,કઠલાલ
મહુધા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઇસ્કૂલ મહુધાના સ્થપાના દિન નિમિત્તે ધો ૯ થી ૧૨ ના તમામ બાળકો માટે મીરાં પેથોલોજી લેબોરેટરી, સ્કાઉટ એનસીસીના સૌજન્યથી ફ્રી બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શાળામાં અભ્યાસ કરતા મહુધા અને મહુધા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી આવતા બાળકો માટે ફ્રી બ્લડ ગ્રુપ કાઢી આપવામાં આવ્યું હતું. ઉમેશભાઈ પટેલ દ્વારા બ્લડ ગ્રુપ કેવી રીતે કરાય તેની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી.શાળાના આચાર્ય સંજયભાઈ પંચાલ,સુપરવાઈઝર કાંતિભાઈ રાઠોડ, દિનેશભાઈ ત્રિવેદી, ડી.સી.સોલંકીએ મીરાં પેથોલોજી લેબોરેટરીના મનીષભાઈ તથા તોષિફભાઈ નું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. કેમ્પસ ડાયરેકટર ડૉ મહેશભાઇ જી પટેલ, સહમંત્રી ભીખાભાઈ જી પટેલ, સારંગભાઈ તથા અન્ય હોદ્દેદારોએ મીરાં લેબોરેટરી,કઠલાલ નો આભાર વ્યક્ત કર્યો હતો.

