જામકંડોરણા ના હરીયાસણ ગામે ૧૫મુ નાણાંપંચનું પેવર બ્લોકના કામમા ભ્રષ્ટાચાર નો ભાંડો ફુટયો
હરીયાસણ ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં કરવા પેવર બ્લોક ના કામ ગેરરીતિ સાબિત ના થાય તેટલે પેવર બ્લોક જ ઉખેડીમા નાખવામા આવ્યા હોવાની દાવો ગ્રામજનો કરી રહ્યા છે્ જે અંગે ની મળતી માહિતી મુજબ હરીયાસણ ગામે ભરત પરમાર નામ ના અરજદાર રજુવાત કર્યા પછી બે વર્ષ બાદ પેવર બ્લોક નીચે પીસીસી કરવા આવ્યા કે લોલમલોલ કરેલી કામગીરીપર ઢાંકપિછોડો કરવા આવ્યા લોકો સવાલ કરી રહ્યા છે ગ્રામજનો એ જામકંડોરણા ના તાલુકા વિકાસ અધિકારી ને લેખીતમાં ભ્રષ્ટાચાર ના સબુત મીટાવવા ની રજૂઆત કરી. જે અરજી માં જણાવ્યું હતું કે હરીયાસણ ગામે થયેલા વિકાસના કામો હરીયા.ણ ગ્રામ પંચાયતના ચોગાનમાં પેવર બ્લોક કામ ભંયકર ગેરરીતિ આચરીને લોલમલોલ કામગીરી કરી છે જેના સબુત મીટાવવા આજ કેટલાક મજુર માણસો દ્વારા પેવર બ્લોક ઉખેડી નાખવા આવ્યા છે છતાં પણ તંત્ર દ્રારા કોઈ જ પગલાં લેવાયા નહીં જામકંડોરણા ના તાલુકા વિકાસ અધિકારી ને લેખીતમાં રજૂઆત કરવા છતાં પેવર બ્લોકને ઉખેડી નાખવા નું કામ ચાલું રાખતાં મજુરો અને ગ્રામજનો વચ્ચે રાત્રે ચકમક ઝરતી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામપંચાયત નો ડખ્ખો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં હરીયાસણ ના ગ્રામજનો 100નંબર પર ડાયલ કરી ને પોલીસ ને બોલાવી હતી જામકંડોરણા ની પોલીસ તાત્કાલિક હરીયાસણ ગામે દોડી ગઈ જામકંડોરણા ના પીએસઆઇ વી.એમ ડોડીયા પોલીસ સ્ટાફ દ્વારા ગ્રામજનો અને મજુરો વચ્ચે થયેલી ડખ્ખામાં પેવર બ્લોક નું કામ અટકાવી ને મામલો થાળે પડ્યો હતો
રવિવાર ના દિવસે જામકંડોરણા પોલીસ દ્વારા ગ્રામ પંચાયત પાસે કોઈ અનિચ્છનિય ઘટના બનવા પામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
અતુલ લશ્કરી જામકંડોરણા


