Delhi

પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે તો ટામેટાં વધુ મોંઘા થતા મહત્વપૂર્ણ ર્નિણય લીધો

નવીદિલ્હી
ટામેટાંના વધતા ભાવથી સામાન્યથી લઈને પૈસેટકે સુખી સંપન્ન સુધીના દરેકના રસોડાનું બજેટ બગડી ગયું છે. ટામેટા ભાવ આસમાને પહોચતા છેલ્લા ઘણા સમયથી લોકોની પહોંચની બહાર છે. ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર અને પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે તો ટામેટાં વધુ મોંઘા થતા એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. તેમણે રાજભવનના કર્મચારીઓને આદેશ આપ્યો છે કે, જ્યાં સુધી ટામેટાના ભાવ સામાન્ય લોકોને પરવડે એટલો ના થાય ત્યાં સુધી રાજભવનમાં ટામેટાનો ઉપયોગ ન કરવો. રાજ્યપાલે કહ્યું છે કે, આજે ખાદ્ય પદાર્થોના સતત વધતા જતા ભાવને લઇને સૌ કોઇ ચિંતિત છે. આવી સ્થિતિમાં, લોકોએ બજારમાં હાલમાં જે પણ વસ્તુઓ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરવો જાેઈએ, તેનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવો જાેઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જાે કોઈ વસ્તુ લોકોને સરળતાથી ઉપલબ્ધ નહીં થાય, તો જ્યાં સુધી તે લોકો માટે સુલભ ન થાય ત્યાં સુધી તેઓ તે વસ્તુનો ઉપયોગ પણ કરશે નહીં. રાજ્યપાલે ખાદ્ય પદાર્થોની વધતી કિંમતોથી પરેશાન પંજાબની જનતાને શાંતિ અને ધૈર્યથી કામ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, આ પડકાર માત્ર થોડા દિવસો માટે છે, જ્યાં સુધી ટામેટાનો ભાવ આસમાને છે ત્યાં સુધી ઘરોમાં ટામેટાંનો વપરાશ માફકસર કરવો જાેઈએ અથવા ટામેટાનો ઉપયોગ ટાળવો જાેઈએ. સાથે જ તેમણે ટામેટાંનો વિકલ્પનો પણ ઉપયોગ કરવાની સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં પંજાબમાં ખાસ કરીને ચંદીગઢમાં ટામેટાંના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ખાસ કરીને ચોમાસામાં વરસેલા ભારે વરસાદને કારણે ટામેટાના પાકને ભારે નુકસાન થયું છે. તો બીજા બાજુ માર્ગ ધોવાઈ જવાને કારણે અન્ય રાજ્યોમાંથી આવતો ટામેટાનો પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે. જ્યા સુધી સ્થિતિ સામાન્ય નહી થાય ત્યાં સુધી ટામેટાનો ભાવ વધારે રહેશે. નવો પાક આવતા જ ટામેટાના ભાવ ફરીથી સામાન્ય થઈ જશે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *