Gujarat

ટામેટાનું નામ પડતાં જ મંત્રી ઋષિકેશ પટેલ હસવા લાગ્યાં

ગાંધીનગર
ગુજરાત સહિત દેશભરમાં ટામેટાના ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે, ત્યારે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને ટામેટાના ભાવ વધવા અંગે સવાલ કરતા તેમને આડકતરી રીતે ટામેટાં સિવાયના શાકભાજી ખાવાની સલાહ આપી દીધી હતી. મોંઘવારીના સવાલ પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારો જવાબ આપ્યો છે. સરકારના પ્રવક્તા મંત્રીને પ્રેસ કોન્ફરન્સમાં ટામેટાના ભાવને લઈને પૂછવામાં આવેલા સવાલનો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારો જવાબ આપ્યો છે, જેના કારણે હાલ આ મુદ્દો અહેવાલોમાં ચમક્યો છે. મોંઘવારીના સવાલ પર જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે આમ જાેવા જઈએ તો ટામેટા એકમાત્ર ખાવાની ચીજ નથી. પરંતુ ટામેટા, બટાકા, શાકભાજી આ તમામે તમામ વસ્તુઓ જે જીવન જરૂરિયાત અને સવારના કોઈપણ ગૃહિણીને જરૂર પડે એવી તમામ બાબતો ડિમાન્ડ સપ્લાયના આધારે નક્કી થતી હોય છે. પરંતુ જેમ જેમ સમય બદલાય અને આ પણ તમે આગામી સમયમાં જાેશો તો શાકભાજીના ભાવ હોય કે બીજા સપ્લાય વધતાથી સાથે જ ભાવ કંટ્રોલમાં આવી જશે. હસતાં-હસતાં મંત્રી ઋષિકેશ પટેલે સંભળાવી દીધું હતું કે ટામેટા એકમાત્ર જ ખાવાની ચીજ નથી, ટામેટાનો સપ્લાય વધશે ત્યારે ભાવમાં આપોઆપ ઘટાડો આવશે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *