દાંતા તાલુકા મા મોટા ભાગ નો માર્ગ પહાડી અને ઢળાંગ વાળો હોવા નાં કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજે ફરી અંબાજી નજીક ત્રીસુલિયા ધાટી મા ટ્રેલર ને અકસ્માત ની ધટના બની છે. સાંજે અંબાજી થી દાંતા તરફ જઈ રહેલા ટ્રેલર ને બ્રેક ફેલ થઈ જતા ટ્રેલર ત્રિશુલીયા ઘાટી પર અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર ના બ્રેક ફેલ થયા રોડ ની બીજી સાઈડ જઈ પહાડ સાથે અથડાતા અકસ્માત નો ભોગ બન્યો હતો. અકસ્માત સર્જાતા ટ્રેલર ને મોટું નુકશાન થયું હતું. ટ્રેલર નુ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક પહાડ ઉપર અથડાઈને ફરીથી નીચે ફટકાવ્યું હતું જેમાં ટ્રકના બે ભાગ થઈ ગયા હતા અને એન્જિન અને ટાયર પણ અલગ થઈ ગયા હતા. ટ્રેલરનું એન્જીન અને 12 ટાયર છુટા થઈ ગયાં હતાં. ટ્રેલરમા બેસેલા લોકોને 108 મારફતે દાંતા સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અંબાજી દાંતા હાઇવે માર્ગ પર આવેલા ત્રિસુલીયા ઘાટી મા ટ્રેલરને સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ટ્રેલર મા સવાર ડ્રાઇવર નો થયો આબાદ બચાવ થયો હતો .સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની સર્જાઈ નથી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


