Delhi

વાયાકોમ ૧૮એ ભારતની ઘરઆંગણે મેચોના બ્રોડકાસ્ટ રાઈટ્‌સ રૂ. ૬,૦૦૦ કરોડમાં ખરીદ્યા

નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ પ્રસારણ ક્ષેત્રમાં વાયાકોમ ૧૮એ પોતાનો દબદબો જાળવી રાખતા ગુરુવારે ભારતીય ટીમની ઘરઆંગણે રમાનાર તમામ આંતરરાષ્ટ્રીય શ્રેણી માટેના મીડિયા રાઈટ્‌સને આશરે રૂ.૬,૦૦૦ કરોડમાં ખરીદવામાં સફળતા મેળવી હતી. રિલાયન્સના અંબાણી જૂથની માલિકી ધરાવતા વાાકોમ ૧૮એ આગામી પાંચ વર્ષ માટે ભારતની ઘરઆંગણેની મેચોના ટીવી તેમજ ડિજિટલ રાઈટ્‌સની હરાજીમાં સ્ટાર અને સોનીને પછાડીને સફળતા મેળવી છે. ભારતની મેચોના બ્રોડકાસ્ટ રાઈટ્‌સ માટે ત્રિપાંખીયો જંગ હતો જેમાં વાયાકોમ ૧૮એ બાજી મારી લીધી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ વધુ સારું પરિણામ મેળવવાના હેતુથી ટીવી અને ડિજિટલ બંનેના પ્રસારણ હકોનું અલગ-અલગ ઈ-ઓક્શન કરવાનો ર્નિણય કર્યો હતો. વાયાકોમ ૧૮એ ડિજિટલ રાઈટ્‌સ આશરે ૩,૧૦૧ કરોડમાં જ્યારે ટીવીના હકો રૂ.૨,૮૬૨ કરોડમાં મેળવતા બોર્ડને કુલ રૂ.૫,૯૬૩ કરોડની આવક થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આઈપીએલના ડિજિટલ હકો પણ વાયાકોમ ૧૮એ ૨૬,૦૦૦ કરોડથી વધુમાં ખરીદી લીધા હતા જેને પગલે ક્રિકેટમાં મહત્વની ઈવેન્ટ્‌સના (આઈપીએલ ટીવી અને આઈસીસીને બાકાત કરતા) બ્રોડકાસ્ટમાં વાયાકોમ ૧૮નો એકહથ્થું દબદબો જાેવા મળશે તેમ બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું. વાયાકોમના બ્રોડકાસ્ટ રાઈટ્‌સનો પ્રારંભ ભારતની ચાલુ વર્ષે ૨૨ સપ્ટેમ્બરે ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે રમાનાર ત્રણ મેચની શ્રેણીથી થશે. ૩૧ માર્ચ ૨૦૨૮ના સમયગાળા સુધી આ અધિકારો વાયાકોમ ૧૮ પાસે રહેશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે એક્સ પર જણાવ્યું કે, વાયાકોમ ૧૮ને આગામી પાંચ વર્ષ સુધી બીસીસીઆઈના ટીવી અને ડિજિટલ રાઈટ્‌સ ખરીદવા માટે અભિનંદન. ભારતીય ક્રિકેટનો બંને પ્લેટફોર્મ પર વિકાસ યથાવત્‌ રહેશે કારણ કે આઈપીએલ અને ડબલ્યુપીએલના રાઈટ્‌સ બાદ અમે બીસીસીઆઈ મીડિયા રાઈટ્‌સ માટે પણ જાેડાણ કર્યું છે. આગામી પાંચ વર્ષમાં ભારતીય ટીમ ત્રણેય ફોરમેટમાં મળીને ૮૮ આંતરરાષ્ટ્રીય મેચ રમશે જેમાં ૨૫ ટેસ્ટ, ૨૭ વન-ડે અને ૩૬ ટી૨૦નો સમાવેશ થાય છે. આમ મીડિયા રાઈટ્‌સની કુલ રમકને ધ્યાનમાં લેતા બોર્ડને મેચદીઠ રૂ.૬૭.૭૬ કરોડની કમાણી થશે જે અગાઉની સાઈકલમાં મેચદીઠ આવકની તુલનાએ ૭.૭૬ કરોડ રૂપિયા વધુ રહેશે. ગત સાઈકલમાં બોર્ડને મેચદીઠ રૂ.૬૦ કરોડની આવક થઈ હતી. એકંદરે આગામી પાંચ વર્ષમાં બોર્ડને ગત વર્ષની તુલનાએ રૂ. ૧૭૫ કરોડની ઓછી આવક થશે. જાે કે ગત સાઈકલમાં ભારતની ૧૦૨ મેચો રમાઈ હતી અને બોર્ડને કુલ ૬,૧૩૮ કરોડની આવક થઈ હતી. પ્રવર્તમાન બજાર પરિબળોને ધ્યાનમાં લેતા બોર્ડને ૨૦૨૮ સુધી થનાર કમાણીનો આંક પણ ઓછો નથી. આ ગાળામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી પણ યોજાશે અને તેના થકી નોંધપાત્ર જાહેરખબરની આવક મળવાની શક્યતા છે. જાે કે ટી૨૦ મુકાબલા બ્રોડકાસ્ટર્સ માટે દુઝણી ગાય સાબિત થશે કારણ કે ટી૨૦ મેચ સૌથી વધુ દર્શકો નિહાળતા હોય છે અને તેમાં એડવર્ટાઈઝિંગના દર પણ ખૂબ ઊંચા હોય છે. ભારત ૨૦૨૮ સુધીમાં ઓસટ્રેલિયા સામે ત્રણેય ફોરમેટમાં મળીને ૨૧ મેચ રમશે જ્યારે ઈંગ્લેન્ડ સામે ૧૮ મેચ રમશે. ટી૨૦ ક્રિકેટના આગમનથી વન-ડે ક્રિકેટના વળતા પાણી જાેવા મળે છે. જેને પગલે બીસીસીઆઈને રાઈટ્‌સના ઈ-ઓક્શનમાં નિર્ધારિત એક અબજ ડોલરની કમાણીથી વંચિત રહ્યું છે. બોર્ડને મીડિયા રાઈટ્‌સની હરાજીમાં આશરે રૂ. ૨,૩૦૦ કરોડ ઓછા મળ્યા હોવાનો અંદાજ છે. આગામી પાંચ વર્ષમાં ભારત ૨૭ વન-ડે મેચ ઘરઆંગણે રમશે. જાે કે ટૂંકી ફોરમેટ વધુ લોકપ્રિય થતાં વન-ડે જાેવા માટે દર્શકોનો રસ ઓસરતો હોવાનું જણાયું છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *