Haryana

હરિયાણાના રેવાડીમાં એક મુસ્લિમ યુવકે પહેલા હિન્દુ છોકરી સાથે લગ્ન કર્યા; બંદૂકના જાેરે ફરી નિકાહ, ભાઈએ પણ કર્યો બળાત્કાર

રેવાડી
હરિયાણાના રેવાડીમાં એક મુસ્લિમ યુવકે પહેલા એક હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને પછી હિંદુનો વેશ ધારણ કરીને યુવતી સાથે ભાગી ગયો. તેણે યુવતી સાથે લગ્ન પણ કર્યા. આ પછી, યુવતીનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું અને બંદૂકની અણી પર તેની સાથે નિકાહ કર્યા. યુવતીનો આરોપ છે કે આરોપીના ભાઈએ પણ તેની સાથે રેપ કર્યો હતો. કોઈક રીતે આરોપીના ચુંગાલમાંથી મુક્ત થઈને યુવતી પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ધરુહેરા વિસ્તારની કોલોનીમાં રહેતી એક યુવતીએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૦માં જ્યારે તે બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની મુલાકાત પ્રેમ નામના યુવક સાથે થઈ હતી. યુવકે તેને મોંઘીદાટ ભેટ આપી અને કહ્યું કે તેનો સંબંધી મોટી પોસ્ટ પર છે અને તે તેને નોકરી અપાવી દેશે. યુવકે યુવતીને ખોટું બોલીને પ્રેમ જાળમાં ફસાવી હતી. આ પછી, ૧૮ નવેમ્બર ૨૦૨૦ના રોજ, આરોપી તેને બળજબરીથી બાઇક પર બેસાડીને હરિદ્વાર લઈ ગયો. તેણે ત્યાં તેના પર બળાત્કાર કર્યો અને બીજા દિવસે તેને મંદિરમાં લઈ જઈ તેની સાથે લગ્ન કર્યા.યુવતીનો આરોપ છે કે ૨૦ નવેમ્બર, ૨૦૨૦ના રોજ યુવકના પિતા તાહિર ખાન, કાકા તસવ્વર, કાકા અકબર, તાઈ સુલેમાન અને તાહિર ખાનના મિત્ર બાબુલાલ હરિદ્વાર પહોંચ્યા અને બળજબરીથી નૂહના ઉટન ગામમાં લઈ ગયા. તેણીને ગામમાં લાવવામાં આવી, ધર્મપરિવર્તન કરવામાં આવ્યું અને બંદૂકની અણી પર બળજબરીથી નિકાહ કરવામાં આવ્યા. આ પછી યુવતીને ખબર પડી કે પ્રેમનું સાચું નામ મૌસમ ખાન છે. પીડિત યુવતીએ જણાવ્યું કે જ્યારે તેણે સત્ય જાણ્યા બાદ વિરોધ કર્યો તો તેને ઘરમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી. મૌસમ ખાનના ભાઈ સલીમે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પરિવારના સભ્યો તેને માર મારતા હતા. ૧૯ એપ્રિલે પરિવારના સભ્યો ખેતરમાં ગયા હતા. તે સમયે યુવતી મોકો મળતાં ત્યાંથી નાસી છૂટી હતી અને સીધી જ તેના પરિવારજનો પાસે ધરુહેરા પહોંચી હતી. પરિવાર તેમની પુત્રીને લઈને ધરુહેરા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ પછી પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી. પોલીસે મૌસમ ખાન, તેના પિતા તાહિર ખાન, ભાઈ સલીમ ખાન અને અન્ય વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *