Gujarat

પતિના ત્રાસથી પીડિત મહિલાને ૧૮૧ અભયમની મદદ મળી

મહેસાણામાં આડા સંબંધોની શંકામાં પતિએ પત્નીને માર માર્યો હતો

મહેસાણા પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં વ્હેમિલા પતિના ગૃહકલહની ગંભીર ઘટના સામે આવી હતી. જેમાં પરપુરુષ સાથેના આડા સંબંધોની શંકાએ ઉશ્કેરાયેલ પતિએ પોતાની પત્નીને ઢોર માર મારી હેવાનીયત વરસાવતા પોતાનો જીવ બચાવવા મહિલાએ મહિલા હેલ્પલાઈન ૧૮૧ અભયમની ટીમનો સહારો લીધો હતો. પતિના અત્યાચારોની શિકાર બનેલી પીડિત મહિલા અંગે માહિતી મળતા જ ૧૮૧ અભયમની ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી.

ટીમે બંને પક્ષનું કાઉન્સેલિંગ કરી ગતિવિધી શમાવવા શાંતિપૂર્ણ સમાધાનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શંકા અને ગુસ્સાની આગમાં સળગતો પતિ કાઉન્સેલીંગની ભાષા સમજવા કે સાંભળવા તૈયાર ન થતા મામલો વધુ ગંભીર બન્યો.ત્યારે પરિસ્થિતિને પહોંચી વળવા ૧૮૧ ની ટીમે સમજદારી પૂર્વક મહિલાને કાનૂની રીતે સુરક્ષિત માર્ગ અપનાવવા માર્ગદર્શન આપ્યું.

જે થી અણપઢ મહિલા પણ જ્ઞાનપૂર્ણ બની પોતાની સુરક્ષા અને ન્યાય માટે સીધી જ નજીકના પોલીસ મથકે પહોંચી અને પતિ વિરુદ્ધ સચોટ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ આધારે પોલીસે તાત્કાલિક તેના પતિને કાબુમાં લઈ અટકાયત કરી કાયદાનો ‘કરકસ શબક’ શીખવાડયો હતો. આમ ૧૮૧ અભયમની ટીમની મદદથી મહિલાને સુરક્ષા અને માર્ગદર્શન મળ્યું હતું. તો પોલીસની કાર્યવાહી બાદ પતિની હઠ પણ ઢીલી પડી અને આખરે ગરમાયેલો મામલો ઠંડો પડયો.