Gujarat

રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ બજેટના કારણે છોટાઉદેપુર શિક્ષણ સહિત અનેક ક્ષેત્રે ગ્રામીણ વિસ્તારોને લાભ થશે  —  ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વિકાસ અર્થે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જે 3 લાખ 70 હજાર કરોડનું માળખાકીય જે બજેટ જાહેર કર્યું છે. તેને સમગ્ર રાજ્યમાં આવકાર મળ્યો છે. બજેટમાં સરકારે 60 હજાર કરોડ જેવી રકમ શિક્ષણ માટે ફાળવી હોય જેનાથી છોટાઉદેપુર જિલ્લા સહિત રાજ્યના તમામ શિક્ષણ વ્યવસ્થામાં સુધાર આવશે. અને શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધશે તેમ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે, કે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાની સુવિધાનો ઘણી જગ્યાએ અભાવ હોય સાથે શિક્ષણનો પણ અભાવ હોય અને વિદ્યાર્થીઓને ઘણી જગ્યાએ તકલીફ પડતી હોય છે. જે સમસ્યા માંથી ફૂટકારો મળે અને પ્રજાને રોડ રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ થાય સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે બાંધકામ લાયબ્રેરી લેબોરેટરી નવી શાળાના ઓરડાઓ જે બાબતે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા બજેટથી ખૂબ લાભ થશે. જ્યારે વાહન વ્યવહાર નિગમમાં નવી બસો અને કર્મચારીઓને નોકરી મળશે. અને તેઓનો પણ વિકાસ થશે. સાથે સાથે છોટાઉદેપુર નગરપાલિકાને A ગ્રેડમાં સ્થાન મળશે. જેથી આ ફાળવેલું બજેટ આવકારદાયક અને વખાણવા લાયક છે. તેમ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર