સ્ત્રીરોગને લગતાં દર્દો માટે અહીના ગાયનેક વિભાગના ડો. નાકરાણી કુશળતા અને કર્મઠતા સાથે મહિલાઓના દર્દીઓની સારવાર અર્થે સતત પ્રયત્નશીલ રહે સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં આવી કાર્યક્ષમ વ્યવસ્થા અમરેલી જિલ્લામાં ધ્યાનાકર્ષક ગણાય
મહિલાઓને લગતી પડકારજનક બિમારીઓનો ઈલાજ કરતાં ડો. નાકરાણી

સંપૂર્ણ સુવિધા સજ્જ હોસ્પિટલમાં હવે જિલ્લા કક્ષાએ મળતી સગલડ જેવી સારવાર ઉપલબ્ધ.
અદ્યતન મેલ – ફિમેલ વોર્ડમાં અનેક દર્દીઓની સારવાર થઈ રહી
સાવરકુંડલા શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ કે. કે. હોસ્પિટલમાં ખાસકરીને ગાયનેક વિભાગના ડો. નાકરાણી સાહેબના સારવાર હેઠળ મહિલાઓના પ્રસુતિના ઓપરેશન, ગર્ભાશયના ઓપરેશન તેમજ અન્ય સ્ત્રીરોગને લગતી બિમારીઓના નિદાન સારવાર થઈ રહી છે. લગભગ પ્રતિ માસ ૧૫૦ થી ૨૦૦ પ્રસુતાના ડિલિવરી આ હોસ્પિટલમાં કરવામાં આવે છે. જેમાં સિઝેરિયન અને કુદરતી પ્રસુતિની સંખ્યા સમાવિષ્ટ છે.

આ ઉપરાંત મેલેરિયા, શરદી તાવ જેવા દર્દોની સારવાર જનરલ વોર્ડમાં કરવામાં આવે છે. અહીં દાંત વિભાગ તેમજ ચોવિસ કલાક એનેસ્થેટિસ્ટ ઉપલબ્ધ રહે છે એટલે દર્દીનુ ઓપરેશન હાથ ધરવામાં ખૂબ સરળતા રહે છે. આ ઉપરાંત શિશુને વેક્સિનેશન તેમજ હડકવા વિરોધી રસી વેકસીન પણ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય દર્દીઓને સંતોષકારક સારવાર મળે છે.

ગત સોમવારે સાવરકુંડલાના પ્રતિષ્ઠિત સ્વામિનારાયણ ગુરુકુળના અંગ્રેજી શિક્ષક ઉમંગભાઈ ઉપાધ્યાયના ધર્મપત્ની નંદિતાબેનને ગર્ભાશયમાં સાત જેટલી ગાંઠનું સફળ ઓપરેશન અહીના ગાયનેક વિભાગના ડો. નાકરાણી સાહેબ અને મેડિકલ સ્ટાફના સહયોગથી સફળ થયું હતું હાલ તેણી સ્વસ્થ છે અને આજરોજ રૂટિન મેડિકલ તપાસાર્થે આવેલ. આમ સાવરકુંડલા શહેરને માટે મહિલાઓને લગતાં દર્દો માટે આ હોસ્પિટલ આશીર્વાદ રૂપ છે. અહીંનો તમામ સ્ટાફ પણ દર્દીઓની સારવાર અર્થે સતત ખડે પગે રહેતો જોવા મળે છે.
બિપીન પાંધી સાવરકુંડલા

