Gujarat

૯ વર્ષમાં જ સુરતના અણુવ્રતદ્વાર ઓવરબ્રિજના પિલરમાં મોટી-ઉંડી તિરાડો, સળિયા દેખાયા નિર્માણ સમયે સંકળાયેલી એજન્સી, અધિકારીઓ અને PMCની કામગીરી પર સવાલો થયા

સુરતના અત્યંત વ્યસ્ત સીટી લાઈટ વિસ્તારમાં આવેલા અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ પર ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જ્યાં એક પિલરમાં મોટી તિરાડો પડવા સાથે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે. ૨૦૧૬માં ૫૫ કરોડના ખર્ચે બનેલા અને માત્ર ૯ વર્ષના ગાળામાં જ ૭ કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરાયેલા આ બ્રિજની જર્જરિત હાલત અને રિપેરિંગની ગુણવત્તા પર આ ઘટનાએ મોટો સવાલ ઊભો કર્યો છે.

મોરબી બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશો વચ્ચે, થોડા સમય અગાઉ જ મહિના સુધી બંધ રાખીને કરાયેલા રિપેરિંગ બાદ ગણતરીના સમયમાં જ પિલરમાં તિરાડો દેખાતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો છે. આ મામલે બ્રિજના નિર્માણમાં સંકળાયેલી એજન્સી અને અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે અને સુરત મનપા દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની ટીમ દ્વારા આખા બ્રિજની વૈજ્ઞાનિક ચકાસણી કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અણુવ્રતદ્વાર ઓવરબ્રિજના મધ્યભાગમાં આવેલા એક પિલરમાં સ્પષ્ટ અને ઊંડી તિરાડો જાેવા મળી છે.

આ તિરાડો એટલી મોટી છે કે પિલરની અંદરનું કોંક્રીટ તૂટી ગયું છે અને લોખંડના સળિયા ખુલ્લા પડી ગયા છે. સ્થાનિકોના મતે, આ દ્રશ્ય બ્રિજની હાલત જર્જરિત હોવાનો સંકેત આપે છે, જે સુરત મહાનગરપાલિકાની ઈજનેરી સેવાઓ પર શંકા પેદા કરે છે.આ મામલો એટલા માટે વધુ ગંભીર બને છે કારણ કે, થોડા સમય અગાઉ જ આ બ્રિજને મહત્ત્વપૂર્ણ રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો. રિપેરિંગ કામગીરી માટે આ બ્રિજને વાહન ચાલકો માટે લગભગ એક મહિના સુધી બંધ રાખવામાં આવ્યો હતો, જેના કારણે વાહનવ્યવહારને ભારે અસર થઈ હતી.

લાંબા સમય સુધી વાહનવ્યવહાર બંધ રાખીને કરવામાં આવેલા આ રિપેરિંગના ગણતરીના સમયમાં જ પિલરમાં તિરાડો દેખાય, તો આ રિપેરિંગ માત્ર “કોસ્મેટિક” હતું કે તેની ગુણવત્તામાં કોઈ ગંભીર ખામી હતી, તેવા પ્રશ્નો લોકોમાં ઊભા થયા છે. સુરતનું સીટી લાઈટ જંકશન અને આ ઓવરબ્રિજ શહેરના સૌથી વ્યસ્ત માર્ગો પૈકી એક છે. દિવસ દરમિયાન હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે. પિલરમાં સળિયા દેખાવા અને તિરાડો પડવી એ બ્રિજની માળખાકીય સલામતી માટે જાેખમી સંકેત છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની નિષ્ણાત ટીમ દ્વારા આખા બ્રિજની વૈજ્ઞાનિક ચકાસણી કરવાની તાતી જરૂર છે.

સુરતના અણુવ્રત ફ્લાયઓવર બ્રિજ જે ૨૦૧૬માં મ્ઇ્જી પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૫૫ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશ આપવામાં આવ્યા હતા. સુરત પાલિકા દ્વારા આ દુર્ઘટના પહેલાં પણ બ્રિજનું હેલ્થ ચેકઅપ કરવામાં આવતું હતું. આ સર્વે દરમિયાન, પાલિકાના પ્રિ-મોન્સુન અને પોસ્ટ-મોન્સુન ઇન્સ્પેક્શન રિપોર્ટમાં આ બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરલ ભાગો નબળા હોવાનું સામે આવ્યું હતું. ૨૦૧૬માં જનતા માટે ખુલ્લો મુકાયેલો બ્રિજ માત્ર ૯ વર્ષના ટૂંકા ગાળામાં જ રિપેરિંગ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનતા બ્રિજની આયુષ્યમર્યાદા ૨૦થી ૨૫ વર્ષની હોવી જાેઈએ.

ત્યારે, માત્ર ૯ વર્ષમાં જ આ બ્રિજને રૂ. ૭ કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરવામાં આવ્યો હતો. બ્રિજનું ઝ્રઝ્ર સ્ટ્રક્ચર ડેમેજ હોવાનું બહાર આવ્યું હતું. રૂ. ૫૫ કરોડના ખર્ચે બનેલો બ્રિજ ૯ વર્ષમાં જ જર્જરિત થતો હોય, તો તેના નિર્માણ સમયે સંકળાયેલી એજન્સી (રણજીત કન્સ્ટ્રક્શન, જે શહેરમાં અન્ય પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહી છે), અધિકારીઓ અને PMC(પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ)ની કામગીરી પર સવાલો ઉભા થાય છે.