બ્લુ બેગનો કોઈ વારસ ન દેખાતા ડોગ સ્ક્વોડથી તપાસ કરી
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એક બિનવારસી બેગ મળી આવતા થોડા સમય માટે ખળભળાટ મચી ગયો હતો. જાેકે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા તાત્કાલિક અને સજાગતાપૂર્વક પગલાં લેવામાં આવતા, ગણતરીના કલાકોમાં જ પરિસ્થિતિ સામાન્ય બની હતી અને એરપોર્ટ પર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. એરપોર્ટના ટર્મિનલ વિસ્તારમાં એક શંકાસ્પદ બિનવારસી બેગની જાણ થતાં જ CISFના જવાનો તુરંત એક્શનમાં આવ્યા હતા. કોઈપણ પ્રકારના જાેખમને ટાળવા માટે, CISF દ્વારા તાત્કાલિક અસરથી બેગની આસપાસના સમગ્ર એરિયાને કોર્ડન કરવામાં આવ્યો હતો. આ સુરક્ષા ઘેરાબંધીના કારણે બેગની નજીકથી કોઈપણ વ્યક્તિને પસાર થવા દેવામાં આવી નહોતી. સુરક્ષાની ખાતરી કરવા માટે, CISFની ટીમે તાત્કાલિક ડોગ સ્ક્વોડને સ્થળ પર બોલાવી હતી. ડોગ સ્ક્વોડ દ્વારા બેગનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં બેગની અંદરથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વિસ્ફોટક વસ્તુ મળી આવી નહોતી, પરંતુ સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારવામાં આવી હતી. આ બેગ કોણ છોડી ગયું છે, તે જાણવા માટે CISF દ્વારા એરપોર્ટ પર લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે, સુરક્ષાકર્મીઓએ ગણતરીના સમયમાં જ બેગના વારસદાર યુવકને શોધી કાઢ્યો હતો. યુવક મળી આવ્યા બાદ, CISF દ્વારા તેના ડોક્યુમેન્ટ સહિતની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. યુવકના નિવેદન અને બેગની આંતરિક તપાસમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ જણાઈ નહોતી. બેગમાં સામાન્ય સામાન અને અંગત વસ્તુઓ મળી આવી હતી. તમામ સુરક્ષા અને ખરાઈની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, CISF દ્વારા યુવકને તેની બેગ સલામત રીતે હેન્ડઓવર કરી દેવામાં આવી હતી. બિનવારસી બેગનો મામલો માત્ર એક ભૂલભરેલો કિસ્સો હોવાનું સાબિત થતાં, એરપોર્ટ પર ફરજ બજાવતા તમામ સ્ટાફ અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઝ્રૈંજીહ્લની આ સમયસર અને પ્રોફેશનલ કામગીરીએ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થાની સજાગતા સાબિત કરી છે.

