કૃષ્ણનગરમાં પૈસાની ઉઘરાણીમાં ધોકા, તલવાર વડે સોસાયટીમાં જઈને બબાલ કરી, એક વ્યકિત ઇજાગ્રસ્ત થયો
અમદાવાદમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ આતંક મચાવી રહ્યા છે. ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી પ્રેમનગર સોસાયટીમાં પણ ગઈકાલે (૪ ડિસેમ્બર) રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. પૈસાની ઉઘરાણી બાબતમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ સોસાયટીમાં તલવાર અને દંડા લઈને આવીને ગાળાગાળી કરી હતી. ગાળો બોલવાની ના પાડતા શખસ પર હુમલો કરી દીધો હતો. આ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
ગઈકાલે રાત્રે કૃષ્ણનગરની પ્રેમનગર સોસાયટીના ગેટ પાસે રાજા કેવલાણી નામનો વ્યક્તિ પૈસાની ઉઘરાણી બાબતમાં ગાળો બોલતો હતો. જેને સોસાયટીના બંટી અને બંસીભાઈએ ગાળો નહીં બોલવા કહ્યું હતું. જે બાદ રાજા કેવલાણી નામનો શખસ ગુસ્સે થયો હતો અને તેના સાગરીતોને ફોન કરીને બોલાવ્યા હતા. આ પછી ચારથી પાંચ લોકો તલવાર અને દંડા સાથે આવ્યા હતા અને મારામારી કરીને આતંક મચાવ્યો હતો.આ ઘટનામાં એક વ્યકિતને ઇજા પહોંચી છે.
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. સોસાયટીના ઝ્રઝ્ર્ફમાં આ ઘટના કેદ થઈ હતી. જેમાં આ અસામાજિક તત્વો તલવાર અને ધોકા લઈને આવતા જતા જાેવા મળે છે. હાલ પોલીસે ફરિયાદ નોંધવાની અને આ હુમલો કરનારા શખસોની શોધખોળ હાથ ધરી છે.

