ફરજ એજ કર્મ
દાંતા ના એક જ પરિવાર છ સદસ્યો કોરોના ની જંગ જીતવા કમર ઘસી રહ્યું છે.
દાંતા ગામના પરમાર પરિવાર ના છ સદસ્યો કોરોના ના કહેર વચ્ચે પોતાની ફરજ દિનરાત બજાવી રહ્યા છે.
દાંતા ના રામજીભાઈ પરમાર પરિવારમાં તેમના પુત્ર હિતેનકુમાર રામજીભાઇ પરમાર ૨૦૧૦ થી એસ આર પી માં ફરજ બજાવે છે .અત્યારે તેઓ પોલીસ કંટ્રોલ રૂમ ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે તેમજ તેમના પત્ની વિલાસબેન હિતેનકુમાર પરમાર પણ ૨૦૦૮ થી એસ આર પી માં અમદાવાદમાં ફરજ બજાવે છે. બન્ને જયારે નોકરી પર જાય છે ત્યારે પોતાની દોઢ વર્ષ ની દિકરીને જોડે લઈને જાય છે.અથવા તો પડોશીને ત્યાં મુકી ફરજ અદા કરે છે. હિતેન પરમારના મોટા ભાઈ દિપકભાઈ રામજીભાઈ પરમાર ૨૦૧૭ થી પોલીસ માં પાલનપુર શહેરમાં ફરજ અદા કરે છે. જ્યારે નાના ભાઈ ભરતકુમાર રામજીભાઈ પરમાર ૨૦૧૬ થી જી આર ડી માં દાંતા ખાતે ફરજ બજાવે છે. હિતેન પરમાર ના બંન્ને કાકાઓ માં મુળજીભાઈ બેચરભાઈ પરમાર છેલ્લા ૨૦ વર્ષથી હોમગાર્ડ માં દાંતા ખાતે માનદ સેવા પૂરી પાડે છે. હાલમાં તેઓ દાંતા યુનિટ ના આસિસ્ટન્ટ કમાંડર છે. બીજા કાકા ગોવિંદભાઈ બેચરભાઈ પરમાર પણ હોમગાર્ડ માં ૨૦ વર્ષ થી દાંતા ખાતે માનદ સેવા પૂરી પાડે છે.આમ રામજીભાઈ એ પેટે પાટા બાંધી ને પોતાના દિકરાઓને ભણાવી ગણાવી નોકરીએ લગાડી સમાજ અને ગામ નુ નામ રોશન કરવામાં મહતવનો ભાગ ભજવ્યો છે. ભૂતકાળમાં રામજીભાઈ એ પણ દાંતા ખાતે હોમગાર્ડ માં માનદ સેવા અર્પણ કરેલી છે. એમના પરિવારના પિતરાઈ ભાઈઓમાં પણ બીજા સાત સભ્યો હોમગાર્ડ માં ફરજ બજાવે છે.
આવી સેવાના કારણે દાંતાવાસી ઓએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.
રિપોર્ટર સુરેશ જોશી અંબાજી