International

ભારતીય મતદારોમાં કમલાને ટ્રમ્પ કરતાં 19% વધુ સરસાઈ

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કમલા હેરિસની એન્ટ્રી બાદ સમીકરણ ઝડપથી બદલાઈ રહ્યા છે. કમલાને ભારતીયોમાં જોરદાર સમર્થન મળી રહ્યું છે. એપિયાવોટના તાજેતરના સરવેમાં કમલા હેરિસને 54% ભારતીયોનું સમર્થન છે, જ્યારે ટ્રમ્પને 35% સમર્થન મળી રહ્યું છે. ભારતીય મતદારોમાં કમલાની ઉમેદવારી પ્રત્યે ઉત્સાહના બે મોટા કારણ છે, પહેલું- ગ્રીન કાર્ડ અને પ્રવાસીઓ સાથે જોડાયેલા મુદ્દાઓનો ઉકેલ અને […]

International

અનંત-રાધિકાના લગ્નની ઉજવણી… લંડનમાં અંબાણીની હોટલમાં તૈયારીઓ શરૂ, 2 માસ માટે લોકો માટે પ્રવેશબંદી

મુંબઈમાં અનંત અને રાધિકા અંબાણીનાં લગ્નના ભવ્ય સમારંભની તસવીરો હજી પણ લોકોના મસ્તિષ્કમાં જડાયેલી છે ત્યારે લંડનમાં પોસ્ટ વેડિંગ ઇવેન્ટ્સની તૈયારીઓ ચાલી રહી છે. પરિવારના સભ્યો લંડન પહોંચી ગયા છે. એ માટે 300 એકરમાં બનેલી અંબાણીની મહેલ જેવી સ્ટોક પાર્ક કન્ટ્રી ક્લબ એન્ડ હોટલ સપ્ટેમ્બર સુધી બુક કરી લેવાઈ છે. મુકેશ અંબાણીએ 2021માં 592 કરોડ […]

International

યુનાઈટેડ સ્ટેટ્‌સ સિક્રેટ સવિર્સના ડિરેક્ટર કિમબર્લી ચીટલ એ તેમના પદ પરથી રાજીનામું આપ્યું

યુનાઈટેડ સ્ટેટ્‌સ સિક્રેટ સવિર્સના ડિરેક્ટર કિમબર્લી ચીટલ એ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે, ૨૨ જુલાઈના રોજ તેમણે સાંસદોઓની સમક્ષ સ્વીકાર્યું હતું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ ૧૯૮૧ માં તત્કાલિન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનની ગોળીબાર પછીની આ સૌથી ગંભીર સુરક્ષામાં ખામી રહી હતી. જોકે ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસ અંગે હાઉસ ઓવરસાઇટ એન્ડ એકાઉન્ટેબિલિટી […]

International

ઇથોપિયામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, ઓછામાં ઓછા ૧૪૬ લોકોના મોત

ઇથોપિયામાં ભારે વરસાદને કારણે ભારે તબાહી જોવા મળી છે. અહીંના દૂરના વિસ્તારમાં વરસાદને કારણે ભૂસ્ખલન થવાથી ઓછામાં ઓછા ૧૪૬ લોકોના મોત થયા છે. એક સ્થાનિક અધિકારીએ આ અંગે માહિતી આપી છે. મળતી માહિતીના અનુસાર, દક્ષિણ ઇથોપિયાના કેન્ચો શચા ગોજદી જિલ્લામાં કાદવ ધસી પડતાં મૃત્યુ પામેલાઓમાં બાળકો અને સગર્ભા સ્ત્રીઓનો સમાવેશ થાય છે. સોમવારની સવારે થયેલા […]

International

બાઇડને પહેલીવાર જણાવ્યું રાષ્ટ્રપતિની રેસમાંથી ખસી જવાનું કારણ, કહ્યું- નવી પેઢીને મશાલ સોંપી

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યા બાદ બાઈડને ગુરુવારે ઓવલ ઓફિસથી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, “હું નવી પેઢીને મશાલ સોંપવા માગું છું. ચૂંટણી સર્વેમાં મારી હારના અંદાજથી નિરાશ થઈને મેં રેસમાંથી બહાર થવાનો નિર્ણય લીધો હતો. હું મારી સાથે મારા સાથીને ડેમોક્રેટ્સની હાર તરફ ન ખેંચી શકું.” તેમણે કહ્યું- નવી પેઢીને મશાલ સોંપવી […]

International

પેકેજમાં 370 કરોડ ઘટાડવામાં આવ્યા; ભારત સરકાર હવે શ્રીલંકાને 4 ગણી વધુ મદદ કરશે

મોદી 3.0 સરકારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ રજૂ કર્યું. જેમાં 22 હજાર 154 કરોડ રૂપિયા વિદેશ મંત્રાલયને આપવામાં આવ્યા છે. જે 2023-24ના બજેટ કરતાં લગભગ 24% ઓછું છે. ગયા વર્ષે વિદેશ મંત્રાલયને 29 હજાર 121 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. તેમાં 6,967 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયના બજેટમાં ‘નેબર્સ ફર્સ્ટ […]

International

કાઠમાંડૂથી ઉડાન ભરતાં જ પ્લેનમાં ઝટકો લાગ્યો, વિંગ જમીન સાથે અથડાયા અને પછી અચાનક જ આગ લાગી ગઈ

નેપાળની રાજધાની કાઠમાંડૂમાં એક વિમાન ક્રેશ થઈ ગયું છે. ઘટનામાં હાલ 18 લોકોનાં મોતની જાણકારી સામે આવી છે. ઘાયલ પાયલટ કેપ્ટન એમ આર શાક્યને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. પ્લેનમાં ક્રૂ સહિત 19 લોકો સવાર હતા. આ ફ્લાઇટ કાઠમાંડૂથી પોખરા જઈ રહી હતી. વિમાને ત્રિભુવન એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આના થોડા સમય બાદ તે સવારે […]

International

પ્રાઈમરી જીત્યા પછી પહેલીવાર રાષ્ટ્રપતિ ઉમેદવારની પીછેહટ, ભારતીય મૂળનાં કમલા હેરિસ બની શકે ઉમેદવાર

જો બાઈડન અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે દેશના હિત માટે હું ચૂંટણી રેસમાંથી બહાર થઈ રહ્યો છું. તેમણે એક પત્રમાં આ વાત કહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ડેમોક્રેટિક પાર્ટીના કિંગમેકર બન્યા છે. ઓબામાએ 19 જુલાઈએ બાઇડનને રેસમાંથી ખસી જવા સલાહ આપી હતી. ત્યાર પછીથી જ બાઇડનનું ખસી જવાનું લગભગ નિશ્ચિત મનાતું […]

International

ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલામાં ઈરાનનું નામ પણ જાેડાઈ રહ્યું છે

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક ચૂંટણી રેલી સમયે થયેલા હુમલાને લઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. આ ઘટનાને ૩ દિવસ થઈ ગયા છે અને તેને લગતી નવી માહિતી રોજ બહાર આવી રહી છે. હવે ટ્રમ્પ પરના હુમલામાં અમેરિકાના કટ્ટર દુશ્મન ઈરાનનું નામ પણ જાેડાઈ રહ્યું છે. સીએનએનના રિપોર્ટ અનુસાર હુમલા પહેલા અમેરિકી […]