રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં રહેતો અને આયુષ હેરસ્ટાઇલ નામે હેર સલૂનની દુકાન ધરાવતો અતુલ ભરતભાઇ ચૌહાણ (ઉ.વ.36) સવારના 8 વાગ્યા આસપાસ પોતાની દુકાને હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા તબીબે તપાસી હાર્ટએટેકથી મોત નીપજ્યાનુ જાહેર કર્યુ હતું. મૃતક યુવાન બે ભાઇ એક બહેનમાં નાનો અને અપરિણીત હોવાનું સામે […]
Gujarat
બોટાદના હીરા બજારમાંથી 43.11 લાખના 1437 કેરેટ હીરાની ચોરી
16 ઓગસ્ટે બોટાદના હીરા બજારમાંથી બપોરના સમયે એક દુકાનમાંથી થયેલી હીરાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચોરી કરનાર પિતા, પુત્રી અને જમાઈની બાવળા રેલવે સ્ટેશન પાસેથી અટકાયત કરી છે. તેમની પાસેથી ચોરી થયેલા હીરા ઉપરાંત કુલ 1885.75 કેરેટના કાચા હીરા કબ્જે કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 3થી […]
અમદાવાદ રિયલ એસ્ટેટ કૌભાંડમાં EDની કાર્યવાહી
અમદાવાદમાં નિર્દોષ ઘર ખરીદનારાઓ, નાના રોકાણકારો અને મધ્યમવર્ગીય પરિવારો સાથે રિયલ એસ્ટેટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે લાલ આંખ કરી છે. ED દ્વારા રોનક રવજીભાઈ સોનાની, વિપુલભાઈ ગોરધનભાઈ ગંગાણી, મેસર્સ કેશવ નારાયણ ગ્રૂપ તેમજ અન્યો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને ₹129.80 કરોડની સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત […]
વાઘોડિયા રોડ પર બંધ મકાનમાંથી ₹1.67 લાખના દાગીના અને રોકડની ચોરી
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા જલારામનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તાળું-નકૂચો તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ ₹1,67,500ના મુદ્દામાલની ચોરી કરી છે. પરિવારજનો રાત્રે ગરમીના કારણે ઘરને તાળું મારી સામેના ધાબે સૂવા ગયા હતા, તે સમય દરમિયાન જ તસ્કરો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. સવારે પરિવાર નીચે આવ્યો તો નકૂચો તૂટેલો મળ્યો […]
એસ.એસ. ડિવાઇન સ્કૂલમાં પ્રિન્સિપાલની નિમણૂંકને લઈને વિવાદ સર્જાયો
સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી જાણીતી એસ.એસ. ડિવાઇન સ્કૂલમાં આચાર્યોની નિમણૂકને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. શાળાના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ તરીકે નિયુક્ત કરાયેલા બંને આચાર્યો અન્ય એક ખાનગી યુનિવર્સિટીમાં પણ ઉચ્ચ પદો પર સમાંતર ફરજ બજાવતા હોવાની ફરિયાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીને મળી હતી. આ ગંભીર નિયમભંગની ફરિયાદના પગલે ડીઈઓ તંત્રએ […]
જામનગર શહેરની મધ્યમાં સ્થિત રણમલ તળાવના પાણીમાં કાચબા સહિત માછલાઓના મૃતદેહ જોવા મળતા તંત્ર દોડયું
જામનગર શહેરની મધ્યમાં સ્થિત રણમલ તળાવના પાણીમાં ડઝનેક કાચબાઓ સાથે અનેક માછલાઓ પણ મૃત હાલતમાં કાઠા પાસે તણાઇ આવેલી હાલતમાં જોવા મળ્યા હતા.જે બાદ મનપા ઉપરાંત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટુકડી સોમવારે સવારે તપાસ અર્થે સ્થળ પર દોડી ગઇ હતી. જયારે જળચર જીવના મોટી સંખ્યામાં મૃત્યુના બનાવના પગલે જીવદયા-પર્યાવરણ પ્રેમીઓમાં ભારે આક્રોશ છવાઇ હતો.બીજી બાજુ જળચર […]
જામનગરમાં કાલાવડ નાકા બહાર વીજ ચેકિંગ શરૂ
જામનગરમાં કાલાવડ નાકા બહારના ગરીબ નવાઝ પાર્ક-1 અને 2, સેટેલાઈટ, અલસફા સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વીજ તંત્ર દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. લાંબા સમય બાદ વીજચોરી અને વીજ જોડાણોમાં થતી ગેરરીતિને રોકવા માટે આ ઝુંબેશ શરૂ કરાઈ છે. ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય […]
શ્રાવણના પ્રથમ સોમવારે જામનગરના શિવ મંદિરોમાં ભીડ
શ્રાવણ માસના પ્રથમ સોમવારે જામનગરના સુપ્રસિદ્ધ ઇચ્છેશ્વર અને બેડેશ્વર મહાદેવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાનના વિશેષ શણગાર અને દર્શનનો લાભ લીધો હતો. ઇચ્છેશ્વર મહાદેવ મંદિરમાં ગણપતિ સ્વરૂપ નટરાજના વિશેષ દર્શન ગોઠવવામાં આવ્યા હતા. ભક્તોએ આ મનોહર સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બેડેશ્વર મહાદેવ મંદિરમાં મહાકાલેશ્વરાય સ્વરૂપના ચાંદીના ભવ્ય […]
જામનગરમાં કાળા કાચવાળી કાર સામે પોલીસની કાર્યવાહી
જામનગર જિલ્લામાં કાળા કાચ કે ડાર્ક ફિલ્મ લગાવેલી કાર સામે કડક કાર્યવાહી કરવા પોલીસ ક્રાઇમ કોન્ફરન્સમાં સૂચના અપાઈ હતી. આ સૂચનાના પગલે જામનગર શહેર અને જિલ્લામાં સીસીટીવી કેમેરાની મદદથી આવા વાહનો પર નજર રાખી કાર્યવાહી શરૂ કરાઈ છે. જામનગરના ધોરીમાર્ગો પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન એક કાર (નંબર GJ-10-DN-5112)ના […]
પાલનપુર રેલવે સ્ટેશન પરિસરની એક દુકાનમાંથી ફૂડ વિભાગ દ્વારા શંકાસ્પદ અને અખાધ્ય સામગ્રી જપ્ત
પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાલનપુરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રેલવે સ્ટેશન પરિસરની એક દુકાનમાંથી શંકાસ્પદ અને અખાધ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમ તપાસ અર્થે પહોંચતા રેલવે સ્ટેશનની દુકાનમાંથી કોઈ પણ જાતના લેબલ વગરની બરણીઓમાં ભરેલી લાલ ચટણી મળી આવી હતી. વહીવટી તંત્ર […]










