*રાજકોટ શહેરમાં લોકડાઉન વચ્ચે અપહરણ. બે યુવકો બે બહેનોને ભગાડી ગયા. કટકે કટકે જૂનાગઢ પહોંચ્યા.*
*રાજકોટ શહેર તા.૨૫.૪.૨૦૨૦ ના રોજ રૈયા વિસ્તારના પ્રોઢની ફરિયાદ પરથી અરબાઝખાન નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. ફરિયાદીને સાત સંતાન છે. જેમાં નાની દીકરી સગીર છે. ફરિયાદીના રહેણાંક નજીક એ.સી. બનાવવાનું કારખાનું છે. જેમાં અરબાઝખાન અને રજાક શેખ કામ કરે છે. જેમાંથી અરબાઝખાન ફરિયાદીની નાની દીકરી સાથે પાંચેક મહિના પહેલા મજાક મશ્કરી કરી વાતો કરતો હોઇ તેની સાથે પ્રેમસંબંધ હોવાની ખબર પડતાં ફરિયાદી પ્રોઢે કારખાનાના શેઠને વાત કરતાં તેણે અરબાઝને આવું નહિ કરવા સમજાવ્યો હતો. દરમિયાન તા.૨૧.૪.૨૦૨૦ના બપોરે ફરિયાદી, તેના પત્ની અને પરિવારજનો સુઇ ગયા હતાં. જાગીને જોયું તો સાસરેથી હાલમાં માવતરે રહેવા આવેલી લોકડાઉનને કારણે અહિ જ રોકાઇ ગયેલી ૨૨ વર્ષની દીકરી તથા નાની ૧૫ વર્ષની દીકરી જોવા મળ્યા નહોતાં. ફરિયાદી અને તેના પત્ની તથા દીકરો, દીકરીઓ બધા બપોરે સુતા ત્યારે ઘરની ડેલીએ તાળુ માર્યુ હતું. બંને દીકરીઓ વંડી ટપીની નીકળી ગયાની શકયતા ઉપજી હતી. આસપાસમાં તથા સગા સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં બંનેનો પત્તો મળ્યો નહોતો. બાદમાં તપાસ કરતાં ખબર પડી હતી કે અરબાઝખાન પણ તેના ઘરે હાજર નથી. આથી એ જ બંને દીકરીઓને ભગાડી ગયાની ફરિયાદીને શંકા ઉપજી હતી. દરમિયાન ગઇકાલે સાંજે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદીને ફોન આવ્યો હતો. કે તેની બંને દીકરીઓ તથા અરબાઝખાન અને બીજો રઝાકખાન એમ ચાર જણાને સાબલપુર ચેક પોસ્ટ પાસેથી પકડવામાં આવ્યા છે. આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સગીરા, તેની બહેન તથા તેને ભગાડી જનારા અરબાઝખાન અને રજાકખાનનો કબ્જો મેળવી રાજકોટ લઇ આવવા તજવીજ કરી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*