Gujarat

રાજકોટ શહેર અટીકા પાસે ફર્નિચરની દુકાનમાં આગ ભભૂકી એક લાખનું નુકશાન

*રાજકોટ શહેર અટીકા પાસે ફર્નિચરની દુકાનમાં આગ ભભૂકી એક લાખનું નુકશાન.*

*રાજકોટ શહેર તા.૧૬.૫.૨૦૨૦ ના રોજ અટીકા ફાટક પાસે આવેલી ફર્નિચરની દુકાનમાં શોટ શર્કીટના કારણે આગ ભભૂકી ઉઠતા રૂ.૧ લાખનું નુકશાન દુકાન માલિકને થવા પામ્યું હતું. ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. અટીકા ફાટક પાસે આવેલી મિહિર વુડ સેલની નામની દુકાનમાં રાત્રીના આગ ભંભૂકી ઉઠયાની જાણ થતાં કોઠારીયા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઇ લાકડાના જથ્થામાં પાણીનો મારો ચલાવી અડધી કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. લોકડાઉનમાં ફર્નીચરની બંધ દુકાનમાં મીટરમાં શોટ સર્કીટ થયા બાદ આગ ભભૂકી હોવાનું અને રૂા એક લાખનું નુકશાન થયાનું દુકાન માલીક દીપકભાઇ વડગામાએ જણાવ્યું હતું.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200516-WA0506.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *