Gujarat

રાજકોટ શહેર અમરનગરમાં પ્રેમલગ્નનો ખાર રાખી રજપૂત યુવાન પર યુવતીનાં પરિવારજનોએ લાકડી-ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકનું મોત

*રાજકોટ શહેર અમરનગરમાં પ્રેમલગ્નનો ખાર રાખી રજપૂત યુવાન પર યુવતીનાં પરિવારજનોએ લાકડી-ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકનું મોત.*

*રાજકોટ શહેર તા.૩૦.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ચંદ્રેશનગર મેઇન રોડ, અમરનગર-૧ માં રહેતા રાહુલભાઇ પ્રદીપભાઇ સોલંકી (ઉ.૩૦) નામનો રજપૂત યુવાન આજે સવારે તેના ઘરે સુતો હતો. ત્યારે સાળો રવિ કોળી, સાસુ ઇલાબેન, સાળી સંઘ્યાબેન, મામાજી જીતેષભાઇ જયેશભાઇએ લાકડી-ધોકા વડે આડેધડ ઘા મારતા રાહુલને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઇ હતી. તેને છોડાવવા વચ્ચે પડેલા માતા અનુબેન પ્રદીપભાઇ સોલંકી (ઉ.૫૦) પણ માર મારતા હાથમાં ફ્રેકચર જેવી ઇજા પહોંચતા બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મુત્યકના મિત્ર સાથેની વાતમાં જણાવ્યું પુત્ર રાહુલ રીક્ષા ચલાવે છે. તેને ગ્રીનલેન્ડ ચોકડી પાસેના શિવમનગરમાં માતાના ઘરે આવતી દિવ્યા કોળી સાથે આંખ મળી જતા રાહુલ અને દિવ્યા વચ્ચે પ્રેમ પાંર્ગ્યો હતો. બંને વચ્ચે ફોન પર વાતચીત થતી રહેતી હતી. ત્યારબાદ લોકડાઉનમાં બંને એ પ્રેમલગ્ન કરી લીધા હતા. જેથી દિવ્યાનાં પરિવારજનોને સારૂ નહી લાગતા તેઓ સાથે સબંધ હતો નહી. અને પ્રેમલગ્નની જાણ પોલીસમાં પણ કરવામાં આવી હતી. રાહુલનાં સાસુ ઇલાબેન કોળી, સાળી સંઘ્યા, સાળો રવિ અને મામાજી જીતેષે ખાર રાખી આજે સવારે જ નિંદ્રાધીન હાલતમાં રહેલા રાહુલ પર ખુની હુમલો હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. માલવિયા પોલીસ દ્વારા ફરિયાદ આધારે ૬ આરોપીને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અને આગળની પૂછપરછ હાથ ધરી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200830-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *