Gujarat

રાજકોટ શહેર માર્કેટિંગ યાર્ડ પાસે વોચ ગોઠવી દારૂની ૧૬૮ બોટલ ભરેલી ઇનોવા કાર સાથે અમદાવાદના ફાર્માસિસ્ટ્ને ઝડપી લેતી, પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે

*રાજકોટ શહેર માર્કેટિંગ યાર્ડ પાસે વોચ ગોઠવી દારૂની ૧૬૮ બોટલ ભરેલી ઇનોવા કાર સાથે અમદાવાદના ફાર્માસિસ્ટ્ને ઝડપી લેતી, પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે.*

*રાજકોટ શહેર તા.૨૯.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં દારૂની હેરાફેરી ઉપર બાજનજર રાખવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ઇન્ચાર્જ A.C.P વી.કે.ગઢવીના માર્ગર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના P.S.I અસ્લમ અંસારી અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન વિરેન્દ્રસિંહ ઝાલા, અઝહરુદીન બુખારી અને કૃષ્ણદેવસિંહ જાડેજાને મળેલી હકીકત આધારે ઝહીરભાઈ, પ્રદીપસિંહ, અનિલસિંહ, સોનાબેન મુળિયા અને ભુમિકાબેન ઠાકરને સાથે રાખીને જુના માર્કેટિંગ યાર્ડ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમીવાળી ઇનોવા કાર પસાર થતા તેને અટકાવી જડતી લેતા તેમાંથી દારૂની ૧૬૮ બોટલ ભરેલા પાર્સલ મળી આવતા કારચાલકના નામઠામ પૂછતાં પોતે અમદાવાદના ઘોડાસર પ્રેસ્ટીઝ બંગલો ખાતે રહેતો વિશાલ વિનુભાઈ કરકર હોવાની કબૂલાત આપતા ૧૨.૮૪ લાખનો મુદામાલ કબ્જે કરી તેની વિશેષ પૂછતાછ કરતા પોતે દવાની કંપનીનો ફાર્માસીસ્ટ હોવાનું જણાવ્યું હતું. લોકડાઉન વખતે મંદી આવી જતા અનલોક થયા બાદ ખાનગી ટ્રાવેલ્સમાં રાજસ્થાન જતો. અને ત્યાંથી પાર્સલમાં દારૂ પેક કરી અમદાવાદ લાવી જ્યાં આપવાનો હોય ત્યાં ડિલિવરી કરતો હતો. આ દારૂ પોતે જૂનાગઢ આપવા જતો હોવાની માહિતી આપતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200829-WA0207-2.jpg IMG-20200829-WA0205-1.jpg IMG-20200829-WA0206-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *