*રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાંથી રજા આપતા દર્દીઓ માટે સીટી બસ દોડશે.*
*રાજકોટ શહેર તા.૨૪.૪.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્રભરના દર્દીઓ અને શહેર તથા આસપાસના ગામડાઓમાંથી પણ આવતા દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ કેન્દ્ર સ્થાન પર આવે છે. ત્યારે કોરોનામાં આવતા અન્ય જિલ્લાઓ અને ગામડાઓના લોકોને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઘરે જવામાં ભારે હાલાકી ભોગવી પડતી હોય છે. શહેરમાં અને આસપાસના ગામમાંથી દર્દીઓ સારવાર માટે ૧૦૮ની મદદથી હોસ્પિટલ પહોંચી તો જાય છે. પરંતુ સારવાર પુરી થયા બાદ ઘરે જવા માટે લોકડાઉનના પગલે કોઈ વાહન ન મળી રહેતા ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. ત્યારે બે દિવસ પહેલા શહેરના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના રિપોર્ટ કરાવા માટે આવતા શંકાસ્પદ દર્દીઓ કે જેમનો રિપોર્ટ નેગેટિવ આવે છે. તેઓને અને અન્ય ગંભીર બીમારીઓમાં આવતા દર્દીઓ કે જેઓ સાજા થયે અથવા જેનો રિપોર્ટ નેગેટિવ આવે તેમને રજા આપવામાં આવે તેવા દર્દીઓ અને તેમના સબંધીઓ ને પરત ઘરે જવા માટે ફાયર સ્ટેશનમાંથી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ પરત ફરવાની પરિસ્થિતિને પહોંચી વળવા કમિશ્નર દ્વારા ચાર સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*