*શહેરા તાલુકા ની સરકારી વિનયન કોલેજ માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે નુકશાન ન થાય તે માટે ઓનલાઇન માર્ગદર્શન આપી રહ્યા છે.*
*શહેરા તાલુકા ની સરકારી વિનયન કોલેજ માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે નુકશાન ન થાય તે માટે ઓનલાઇન માર્ગદર્શન આપી રહ્યા છે.*
લોકડાઉન ના સમયગાળા દરમિયાન સરકારી વિનયન કોલેજ શહેરાના આચાર્ય ડો. દિનેશ માછી તેમજ તેમનો સમગ્ર સ્ટાફ કોલેજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે નુકશાન ન થાય એટલા માટે ઓનલાઇન માર્ગદર્શન આપી રહ્યા છે. કોલેજના આઠ મુખ્ય વિષયના સેમિસ્ટર પ્રમાણે whatsapp ગ્રુપોમાં કોલેજના અધ્યાપકો સંધાનના વિડીયો લેકચર, પોતાના વિષયના પાવર પોઇન્ટ, તેમના સંશોધન લેખો, અન્ય શૈક્ષણિક મોટીવેશન વિડીયો, તેમજ વીડિયો કોલિંગ થી સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. કોલેજના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ સાથે ઝૂમ કોલિંગથી કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં કોલેજના આચાર્ય એ દરેક અધ્યાપકો પાસેથી લોકડાઉન ના સમયગાળા દરમિયાનનો ફોલોઅપ લીધો હતો. કોલેજના ૪૩ જેટલા વિદ્યાર્થીઓ ઝૂમ કોલિંગ કોન્ફરન્સમાં જોડાયા હતા અને અધ્યાપકો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. એન.એસ.એસ.ના 25 અને એન.સી.સીના 15 વિદ્યાર્થીઓ હાલ સમાજમાં મદદરૂપ થવા માટે સ્ટેન્ડબાય છે. કોલેજના એક મનોવિજ્ઞાનના અધ્યાપકને યુનિવર્સિટીએ કાઉન્સેલિંગ ની કામગીરી સોંપી છે જેઓ ખાસ કરીને હાલ કોલેજના વિદ્યાર્થીઓ નું ઓનલાઈન કાઉન્સેલિંગ કરી રહ્યા છે.
રિપોર્ટર :- એજાજ કાજી, શહેરા