હિંદુ આધ્યાત્મિક સેવા સંસ્થાન પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા પર્યાવરણ વન અને સંપૂર્ણ જીવ સૃષ્ટિ ના સંરક્ષણ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)-થાનગઢ તથા સંતો ના આશીર્વાદ દ્વારા “પ્રકૃતિ વંદન” કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમમાં કાળેશ્વરમહાદેવ મંદિર સામે ઘણા વર્ષો જૂનાપીપળાનું વૃક્ષ ને ઉપસ્થિત લોકો દ્વારા અબીલ, ગુલાલ,કંકુથી પૂજન કરીને પ્રદિક્ષણા કરીને આરતી ઉતારવામાં આવી ત્યારબાદ થાનગઢ ના વાસુકી મંદિર સુધી પગપાળા ચાલીને ત્યાં પ્રકૃતિ બચાવવા માટે સંકલ્પો લેવડાવવામાં આવ્યા “પ્રકૃતિ વંદન” કાર્યક્રમ માં થાનગઢ નાં નગરજનો ઉપસ્થિત રહ્યીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ
