*રાજકોટ શહેર કાલાવડ રોડ પર રૂ.૪૦૦ ની લાલચે ગયેલી યુવતી ઉપર ગેંગરેપ, ૩ ની ધરપકડ. શહેરમાં દુષ્કર્મનો બનાવ નોંધાયો છે.*
*રાજકોટ શહેર તા.૨૯.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં પીડિતાએ ગેંગરેપની નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાલાવડ રોડ પર આંબેડકરનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા બોયફ્રેન્ડ નૈમીષ પ્રવિણભાઇ સોલંકી, પરીમલ ત્રિભોવનભાઇ રાઠોડ અને હિતેષ મુકેશભાઇ રાઠોડના નામ લખાવ્યા છે. ફરિયાદની વિગત મુજબ, આરોપી નૈમિષ સાથે પીડિતાને મિત્રતા હતી. પૈસાની જરૂરીયાત હોવાથી પીડિતાએ ૨૨ ઓગસ્ટના રાતે નૈમિષ પાસેથી રૂ.૪૦૦ ઉછીના માગ્યા હતા. નૈમિષે પીડિતાને રોડ પર આવીને પૈસા લઇ જવાનું કહેતા પીડિતા પૈસા લેવા પહોંચી હતી. નૈમિષ અને પરિમલ રિક્ષામાં બેઠા હતા. નૈમિષે રિક્ષામાં બેસી જવાનું કહેતા તે રિક્ષામાં બેસી ગયા પછી રિક્ષામાં આવાસ યોજના પાછળ નિર્જન સ્થળે ઢોરા પાસે લઇ ગયા હતા. જ્યાં નૈમિષે મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. દરમિયાન નૈમિષનો મિત્ર હિતેષ રાઠોડ આવ્યો હતો. અને તેણે પણ ધાક ધમકી આપીને બળજબરીથી દુષ્કર્મ કર્યું હતું. બન્ને શખસે આ મામલે કોઇને વાત કરીશ તો મારી નાખશું તેવી ધમકી આપી હતી. બનાવના ૫ દિવસ પછી પીડિતાએ પરિવારને સઘળી હકિકત જણાવ્યા બાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ આપતા P.I આર.એસ.ઠાકર, મદદનીશ ગીરીરાજસિંહ જાડેજા, રાજુભાઇ મિયાત્રાએ ગેંગરેપ, ખૂનની ધમકીનો ગુનો નોંધી ત્રણેય આરોપીને સકંજામાં લઇ લીધા હતા.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*