*રાજકોટ શહેર જીલ્લામાં ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા દોઢ લાખ મજૂરોનું મેડીકલ ચેકઅપ કરવા માટેનો એકશન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે.*
*રાજકોટ શહેર તા.૨૯.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લામાંથી આશરે અઢી લાખ જેટલા મજૂરોની વતન વાપસી કરવામાં આવી હતી. દરમિયાન કેટલાંક ઔદ્યોગિક વસાહતોમાં પરપ્રાંતિય મજૂરોને પૂરતી વ્યવસ્થા કરવામાં આવતા તેઓ રોકાયા છે. આવા મજૂરોનું મેડીકલ ચેકઅપ કરવા માટે કલેકટર તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. આજે અધિક કલેકટર પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને કુવાડવા, બામણબોર, પડવલા, હડમતાળા, મેટોડા, શાપર-વેરાવળ સહિતના ઔદ્યોગિક વસાહતના હોદેદારો સાથે બેઠક યોજવામાં આવી છે. અને સંભવિત આગામી સોમવારથી તમામ ઔદ્યોગિક વસાહતમાં રહેલા દોઢ લાખ મજૂરોનું મેડીકલ ચેકઅપ કરવા માટેનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. રાજકોટ જીલ્લાની ૬ નગરપાલિકા વિસ્તારમાં જીલ્લા કલેકટર દ્વારા ડોર-ટુ-ડોર મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. નગરપાલિકા વિસ્તારમાં ચેકીંગ પૂરું થયા બાદ હવે ઔદ્યોગિક વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે કલેકટર તંત્ર દ્વારા આરોગ્ય ચકાસણીની મેગા ઝૂંબેશ શરૂ કરવામાં આવનાર છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*