*૫ જૂન – વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી*
*કોરોનાની મહામારી વચ્ચે સતત કાર્યરત ૧૦૮ના કર્મચારીઓ – માનવજીવનની સાથોસાથ પર્યાવરણની સુરક્ષાનો સંકલ્પ*
અમરેલી, તા: ૬ જૂન
પૃથ્વી પર જીવના વસવાટ માટે પર્યાવરણ ખૂબ જ આવશ્યક તત્વ છે. અને તેથી જ પર્યાવરણની મહત્તાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા દરવર્ષે ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના સંદર્ભે અમરેલી જિલ્લા ખાતે GVK EMRI ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં પણ ૧૦૮ ઇમરજન્સી સેવા ચોવીસે કલાક તેમજ ૩૬૫ દિવસ અવિરત કાર્યરત છે. આ સાથે જ ખિલખિલાટ, મહિલા અભ્યમ ૧૮૧ અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ના કર્મચારીઓ છેલ્લા ૨ મહિનાથી દિવસ અને રાત જોયા વગર ૨૪ કલાક લોકોના જીવ બચાવવા માટે ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યા છે. અને તેમનો માત્ર એક જ સંકલ્પ છે માનવ જીવન બચાવવાની સાથે પર્યાવરણનું જતન, સંવર્ધન અને પર્યાવરણને બચાવવા માટેનો સંકલ્પ. દરેક ૧૦૮ના લોકેશન તેમજ અમરેલી ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કે.વી.કે)ના સ્ટાફ સાથે પર્યાવરણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)




