જૂનાગઢ જિલ્લાને કોરોના થી મુક્ત રાખવા સૈા સહયોગી બનીએ…..
જૂનાગઢ : એક માસ જેટલા લાંબા સમયથી આપણે સૈા લોકડાઉનમાં છીએ. અલબત તમામ ઘરે જીવન જરૂરીયાતની વસ્તુઓ પહોંચી જાય છે. રાશનકાર્ડ ધારકોને અનાજનો જથ્થો વિનામુલ્યે સરકાર દ્વારા આપવામાં આછે છે તો જરૂરીયાતમંદ લોકોને ભોજન પણ આપવામાં આવે છે. આ બધા વચ્ચે જૂનાગઢ જિલ્લાને કોરોનાથી મુક્ત રાખવા નાના-મોટા સૈા લોકો તંત્રને સહયોગી બને તે ઈચ્છનીય
કોરોનાથી બચવા શું કરવુ જોઇએ………
આયુષ મંત્રાલયે સુચવેલા યોગાસન, પ્રાણાયમ અને ધ્યાનનો અભ્યાસ કમસે કમ ૩૦ મીનીટ કરો….દિવસભર ગરમ પાણી પીવુ, હળદર-ધાણા-જીરૂ અને લસણનો રસોઇમાં ઉપયોગ કરવો, જંકફુડ-વાસી ખોરાક-મેંદાની બનાવટ તેમજ આથાવાળી વસ્તુઓ, દુધની બનાવટ કે ઠંડાપીણા તથા રેફ્રીઝરેટરનાં પાણીથી દુર રહેવુ.
ફ્રીજમાં રાખેલી કોઇપણ વસ્તુ ના ખાવી, વિરૂધ્ધ આહારનું સેવન ટાળવુ. મસુર-મગ-ચણા અને કળથીનો ગરમ સુપ પીવો, શાકભાજીમાં કારેલા, પરવળ, દુધી, કોળુ, સરગવો, આદુ, હળદર, લસણ અને ફુદીનો લેવા. પચવામાં ભારે ખોરાક ના લેવો, ફળમાં પપૈયા, આમળા, દાડમ લેવા. ઇંડા તેમજ માંસાહારનો ત્યાગ કરવા સાથે પાણી ઉકાળીને હુંફાળુ જ પીવુ. અથવા તેમાં સુંઠ નાખીને ઉકાળીને પીવુ.
બહાર નિકળતી વખતે શું કાળજી લેવી……
જરૂરી કામ હોય તો જ બહાર નીકળવુ, બહાર નીકળતી વેળાએ માસ્ક કે રૂમાલનો અવશ્ય ઉપયોગ કરવો. વારંવાર હાથ ધોવા એજ સૌથી સારો ઉપાય છે.હાથને ઓછામાં ઓછા ૨૦ સેકન્ડ સુધી સાબુથી રગડીને સાફ કરો. સાબુ અને પાણીનાં હોય તો સેનીટાઈઝરનો ઉપયોગ કરવો. કોરોનાં ખત્મ ના થાય ત્યાં સુધી ભીડભાડથી દુર રહેવુ. ઘરમાં વડિલો વૃધ્ધોની વીશેષ કાળજી લેવી. આોરગ્ય સેતુ મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરવી અને ખાસ તો બે વ્યક્તિ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવુ ખુબ જ હિતાવહ છે. ગંદા હાથે ચહેરાને ન અડવું. સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવાથી કોરોના વાઇરસના સંક્રમણને સીમિત કરી શકાય છે.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ