Uncategorized

સબસીડી પાત્ર પૂરતા બિયારણ નો સ્ટોક દરેક જિલ્લા મા ઉપલબ્ધ ખેડૂતો લાભ લે -ચેરમેન રાજશી જોટવા

સબસીડી પાત્ર પૂરતા બિયારણ નો સ્ટોક દરેક જિલ્લા મા ઉપલબ્ધ ખેડૂતો લાભ લે -ચેરમેન રાજશી જોટવા

બિયારણ માટે ખેડૂતો ને કોઈ મુશ્કેલી પડે તો મારો સિધ્ધો સંપર્ક કરી શકે -ચેરમેન, રાજશી જોટવા

પ્રથમ એવા બીજ નિગમ ના ચેરમેન કે જેને ખેડૂતો માટે પોતાનો પર્સનલ નંબર જાહેર કર્યો હોય

વડિયા
સમગ્ર દેશ મા હાલ ચોમાસા ની ઋતુ ની શરુવાત થઇ રહી છે ત્યારે ખેડૂતો દ્વારા બિયારણ ની મોટા પાયા પર માંગ થાય છે. હાલ ગુજરાત મા વરસાદી માહોલ જામતો જાય છે. ઘણા વિસ્તારો મા વાવણી લાયક વરસાદ પણ વરસી ચુક્યો છે ત્યારે ખેડૂતો ને વિશ્વાસ પાત્ર સારુ સર્ટિફાઇટ બિયારણ મળી રહે તે માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ખેડૂતો ને સસ્તુ સબસીડી પાત્ર સારી ગુણવતા વાળુ બિયારણ પોતાના જિલ્લા મા જ મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે. પૂરતા સ્ટોક મા બિયારણ ની ફાળવણી દરેક જિલ્લા ના બીજ નિગમ ના સેન્ટરો પર કરવામાં આવી છે. આ બિયારણ સબસીડી પાત્ર હોવાથી ખેડૂતો ને સસ્તુ અને સારુ મળી રહે અને ખેડૂતો ઉંચા ભાવે બિયારણ ખરીદવું ના પડે મેં માટે ચેરમેન રાજશીભાઈ જોટવા દ્વારા દરેક જિલ્લા ના સેન્ટર મા પોતાની સીધી દેખરેખ નીચે વિતરણ કરવામાં આવ્યુ છે તેમના જણાવ્યા મુજબ હાલ વધારાની સપ્લાય પણ ચાલુ છે.તો ખેડૂતો સરકાર માન્ય સારી ગુણવતા નું બિયારણ થી વાવણી કરે. ગુજરાત રાજ્ય નો ખેડૂત ની આવક વધે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેથી સારી ગુણવતા નું બિયારણ વાવી ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા બીજ નિગમ ના ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી છે. જો કોઈ ખેડૂત ને બિયારણ મેળવવા મા મુશ્કેલી જણાય તો સીધો બીજ નિગમ ના ચેરમેન નો 9825263073 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે. ગુજરાત રાજ્ય બીજ નિગમ ના આ પ્રથમ એવા ચેરમેન છે જેને પોતાનો વ્યક્તિગત નંબર ખેડૂતો ને પડતી બિયારણ ની મુશ્કેલી દૂર કરવા જાહેર મા આપ્યો છે. પોતે ખેડૂત હોવાથી ખેડૂતો ને પડતી મુશ્કેલીઓ પોતે સમજી શકતા હોવાથી બિયારણ નો પૂરતો સ્ટોક સબસીડી પાત્ર ઉપલબ્ધ કરાવી ખેડૂતો ને પૂરતો લાભ લેવા જણાવ્યું છે.બિયારણ મેળવવા માટે નીચેની ગુજરાત રાજ્ય બીજ નિગમ ની નજીક ની કચેરી નો સંપર્ક કરવો

અમરેલી -02792223816
બરોડા -02652280866
ભુજ -02832222190
ગાંધીનગર -07923256685
ગોધરા -02672265119
હિંમતનગર -02772229086
જામનગર -02882670014
જૂનાગઢ -02852630278
મેહસાણા -02762251494
નડિયાદ -02682556592
પાલનપુર –
02742254246
રાજકોટ -02812222688
શિહોર -02846222116
સુરેન્દ્રનગર -02752225109
વ્યારા -02626220320 પર બિયારણ માટે સંપર્ક કરવા અનુરોધ છે.

IMG-20200609-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *