5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લખતર તાલુકાના વિઠ્ઠલ ગઢ ગામે ભીમ યુવા ગ્રુપ ના યુવાનો દ્વારા ગામ ના જાહેર સ્થળો અને માર્ગો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્ય ને ગામ ના સરપંચ શ્રી તથા વડીલો દ્વારા બિરદાવવામાં આવ્યું
આપણી આવનારી પેઢીઓને આપણાં તરફથી એક અમૂલ્ય ભેટ હશે, કારણ કે પર્યાવરણ જળવાશે તો જ માનવ જાતિ નું અસ્તિત્વ ટકશે. જે પણ કુદરતી આફતો આપણે જોઈ રહ્યા છે અને અનુભવી રહ્યા છે તેની પાછળનું કારણ આપણા તરફથી પર્યાવરણને પહોચડાવામાં આવેલું નુકશાન જ છે



