Delhi

કોરોનાના દર્દીઓને રાહત આપશે ભારતીય કંપનીની ટેબ્લેટ લોન્ચ થશે

નવીદિલ્હી
આ મંજૂરી સાથે દેશમાં ઇમરજન્સીમાં ઉપયોગમાં લેવાતી ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રસીની સંખ્યા વધીને આઠ થઈ ગઈ છે. ‘સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા’નું ‘કોવિશિલ્ડ’, ભારત બાયોટેકની ‘કોવેક્સિન’, ઝાયડસ કેડિલાની ‘ઝાયકોવ-ડી’, રશિયાની ‘સ્પુતનિક વી’ અને ‘મોડેર્ના’ અને અમેરિકાની ‘જાેન્સન એન્ડ જાેન્સન’ છે. જેને ભારતીય દવા નિયમનકારે કટોકટીની પરિસ્થિતિઓમાં ઉપયોગ માટે પહેલેથી જ મંજૂરી આપી દીધી છે. તે જ સમયે, મોટી દવા નિર્માતા કંપની સિપ્લાને દેશમાં કોવિડ -૧૯ ની સારવારમાં ઉપયોગી એન્ટિવાયરલ દવા, માલનુપીરાવીરના ઇમરજન્સી ઉપયોગ માટે ડ્ઢઝ્રય્ૈં તરફથી ઇમરજન્સી ઉપયોગની પરવાનગી મળી છે. તે આ દવાને ઝ્રૈॅર્દ્બઙ્મહે બ્રાન્ડ નામ હેઠળ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. સિપ્લાના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્લોબલ સીઈઓ ઉમંગ વોહરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડની સારવાર માટે જરૂરી સારવાર પૂરી પાડવાના ભાગરૂપે આ એક નવી ઓફર છે. ભારત સિવાય, ઓછી અને મધ્યમ આવક ધરાવતા ૧૦૦ થી વધુ દેશોમાં આ દવા આપવાની યોજના છે.ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઇન્ડ ફાર્મા અને જેનરિક ઉત્પાદક મ્ડ્ઢઇ ફાર્માસ્યુટિકલ્સે બુધવારે દેશમાં મૌખિક રીતે ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ એન્ટિ-વાયરલ ટેબ્લેટ મોલુલાઇફ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. મેનકાઇન્ડ ફાર્માએ બુધવારે જણાવ્યું હતું કે તેણે દેશમાં નવી કોરોનાવાયરસ દવા મોલુલાઇફ મોલનુપીરાવીર રજૂ કરવા મ્ડ્ઢઇ ફાર્માસ્યુટિકલ્સ સાથે ભાગીદારી કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આ ભાગીદારી હેઠળ ઉત્પાદન મ્ડ્ઢઇ ફાર્મા દ્વારા કરવામાં આવશે. કંપનીના સિનિયર પ્રેસિડેન્ટ સંજય કૌલે જણાવ્યું હતું કે કંપની કોરોના સામેની લડાઈને મજબૂત કરવા માટે તમામ શક્ય પગલાં લેશે અને આ સાથે જ મોલુલાઇફને દરેક જગ્યાએ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ એ મંગળવારે કોવિડ -૧૯ ની સારવારમાં ઉપયોગી એન્ટિવાયરલ દવા મોલનુપીરાવીરના દેશમાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે જણાવ્યું હતું કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન એ ‘સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા’ ની કોરોના રસી ‘કોવોવૈક્સ’ અને ‘બાયોલોજિકલ ઈ’ કંપનીની ‘કોર્બેવેક્સ’ રસીને મંજૂરી આપી છે. કટોકટીનો ઉપયોગ શરતો સાથે માન્ય છે. તેમણે કહ્યું હતું કે કોવિડ-૧૯ દવા ‘મોલાનુપિરાવીર’ને પણ ઈમરજન્સી ઉપયોગની પરવાનગી મળી ગઈ છે. મોલનુપીરાવીર (ગોળી) પુખ્ત દર્દીઓ અને જેમને રોગનું ઉચ્ચ જાેખમ હોય તેમને આપવામાં આવશે. માંડવિયાએ ટ્‌વીટ કર્યું, ‘હેપ્પી ઈન્ડિયા. કોરોના સામેની લડાઈને વધુ મજબૂત બનાવતા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (ઝ્રડ્ઢજીર્ઝ્રં) એ એક દિવસમાં એક દવા અને બે રસીને મંજૂરી આપી છે. ર્ષ્ઠર્દૃદૃટ્ઠટ, ઝ્રર્હ્વિીદૃટ્ઠટ રસી અને દવા ‘મોલનુપીરાવીર’ને અમુક શરતો સાથે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.

Covid-19-Antiviral-Tablet-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *