નવીદીલ્હી
તમે શેરબજારમાં રોકાણ કરવા માંગતા હોય અથવા શેર ખરીદવા અને વેચવા માંગતા હોય તો ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ હોવું જરૂરી છે. જાે આ બંને ખાતા પહેલેથી જ ખોલવામાં આવ્યા છે તો તેનું કેવાયસી જરૂરી છે. દ્ભરૂઝ્રમાં આવકની માહિતી પણ આપવી પડશે. બ્રોકરેજ કંપનીઓ ઘણા સમયથી ગ્રાહકોને આ માહિતી આપી રહી છે જેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ કામ ૩૧ ડિસેમ્બર પહેલા આ કામ પતાવી લેવું જાેઈએ નહીં તો એકાઉન્ટ બંધ થઈ શકે છે. નવા નિયમમાં એવું કહેવામાં આવ્યું છે કે ૧ જૂન ૨૦૨૧ પછી ખોલવામાં આવેલા તમામ ડીમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટમાં છ પ્રકારની માહિતી આપવી જરૂરી છે. આ માહિતીમાં નામ, સરનામું, ઁછદ્ગ, માન્ય મોબાઈલ નંબર, કમાણી, સાચું ઈમેલ આઈડી નો સમાવેશ થાય છે. ઉપરાંત ગ્રાહકોનો આધાર નંબર તેમના ઁછદ્ગ સાથે લિંક હોવો જાેઈએ. જાે કોઈ વ્યક્તિ આવું ન કરે અથવા દ્ભરૂઝ્રમાં આ માહિતી પ્રદાન ન કરે તો ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ બંધ થઈ જશે. નિયમો અનુસાર જાે કોઈ એકાઉન્ટ ધારક ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટમાં આ માહિતી અપડેટ નહીં કરે તો તેનું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. તેના ખાતામાં જે શેર અથવા પોર્ટફોલિયો પહેલેથી જ છે તે ચાલુ રહેશે પરંતુ તે કોઈ નવા પ્રકારનું ટ્રેડિંગ કરી શકશે નહીં. આ એકાઉન્ટ ત્યારે જ ફરી સક્રિય થશે જ્યારે તેમાં દ્ભરૂઝ્ર વિગતો અપડેટ થશે. સીડીએસએલ અને એનડીએસએલ આ અંગે પહેલાથી જ પરિપત્ર જારી કરી ચૂક્યા છે.જાે તમારી પાસે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ છે તો તેને તરત જ દ્ભરૂઝ્ર કરાવો. જાે તમે આ પ્રોસેસ ૩૧ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ નહીં કરો તો વર્ષ ૨૦૨૨ થી શેરની ખરીદી અને વેચાણ અટકી શકે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા – સેબીએ ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સના દ્ભરૂઝ્ર અપડેટ કરવા માટેની છેલ્લી તારીખ તરીકે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ રાખી હતી જે બાદમાં વધારીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ કરવામાં આવી છે. આ વર્ષે એપ્રિલમાં સેબીએ દ્ભરૂઝ્રની ફરજિયાત જરૂરિયાત વિશે માહિતી આપતો પરિપત્ર બહાર પાડ્યો હતો. સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું હતું કે જે લોકો ડીમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટ ધરાવે છે તેઓએ તેમનું નામ, સરનામું, ઁછદ્ગ, માન્ય મોબાઈલ નંબર, કમાણી દ્ભરૂઝ્ર હેઠળ યોગ્ય ઈમેલ આઈડી અપડેટ કરવું જાેઈએ નહીં તો બાદમાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.