નવીદિલ્હી
આવતા વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અગાઉ, સુવર્ણ મંદિર અને કપૂરથલામાં થયેલી લિંચિંગે રાજ્ય તેમજ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો. વિધાનસભામાં આ મામલે હંગામો મચી ગયો હતો. રવિવારે કપૂરથલાના નિઝામપુર ગામમાં ગુરુદ્વારામાં એક યુવકને માર મારવામાં આવ્યો હતો. તેમના પર નિશાન સાહિબનું અપમાન કરવાનો આરોપ હતો. જાેકે, બાદમાં પોલીસે જણાવ્યું હતું કે મામલો ચોરીનો હોઈ શકે છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ બળજબરીથી રૂમમાં ઘુસીને તેના પર હુમલો કર્યો હતો. તલવારો વડે મારામારી પણ થઈ હતી. આ ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. એક અજાણ્યો વ્યક્તિ તે જગ્યાએ પહોંચ્યો હતો જ્યાં પવિત્ર ગુરુ સુવર્ણ મંદિરની અંદરની ગ્રિલ પર ગ્રંથસાહેબ રાખવામાં આવ્યા હતા. આ શખ્સે ત્યાં રાખેલી તલવાર ઉપાડી લીધી હતી. ત્યારે જ લોકોએ તેને પકડીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ કેસમાં મૃતક સામે પોલીસે કેસ નોંધ્યો છે. ગયા અઠવાડિયે (૧૫ ડિસેમ્બર) સુવર્ણ મંદિરની એક ઘટના ચર્ચામાં આવી હતી. ત્યારે ત્યાં એક વ્યક્તિએ પવિત્ર ગ્રંથને સુવર્ણ મંદિરના તળાવમાં ફેંકી દીધો હતો.પંજાબમાં ભીડ દ્વારા અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોના મોતને લઈને રાજકીય બયાનબાજી ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટિ્વટ કરી લિંચિંગ મામલે કેન્દ્ર અને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ લખ્યું છે કે ૨૦૧૪ પહેલા (મોદી સરકાર આવી તે પહેલા અગાઉ) લિંચિંગ શબ્દ સાંભળવામાં આવ્યો ન હતો. પંજાબમાં બે ઘટનાઓ પર રાજનેતાઓ ખુલીને સામે બોલતા અચકાઇ રહ્યા છે કેમકે આ આખો મામલો બદતમજી અને ધાર્મિક લાગણીઓ સાથે જાેડાયેલ છે. જાે કે રાહુલ ગાંધી પહેલા પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધૂએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે બદતમજી કરનારાઓને તો ફાંસીએ લડકાવી દેવા જાેઇએ. રાહુલ ગાંધીના આ ટ્વીટ પર બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ ટ્વીટ કર્યું છે. તેમણે રાહુલના પિતા રાજીવ ગાંધીને લિંચિંગના જનક કહ્યા. કહ્યુ કે સુવર્ણ મંદિર અને કપૂરથલામાં શું થયું?
