Delhi

વિપક્ષના હોબાળા વચ્ચે સંસદીય પેનલને મોકલાયુ બીલ

નવીદિલ્હી
વિપક્ષના હોબાળા વચ્ચે ચૂંટણી અધિનિયમ સંશોધન બિલ ૨૦૨૧ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. કાયદા મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે બોગસ મતદારોના ઘણા મામલા સામે આવી રહ્યા છે. અગાઉ અમારી પાસે બોગસ મતદારોને ખતમ કરવાની કોઈ વ્યવસ્થા ન હતી. માત્ર બોગસ મતદારોનો ઉપયોગ કરનારા જ આ બિલનો વિરોધ કરશે. જાે સાચા મતદાર હોય તો બિલનો વિરોધ કરવાની જરૂર નથી.મહિલાઓ માટે લગ્નની લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવા માટેનું બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વિપક્ષી સભ્યોના ભારે વિરોધ વચ્ચે આ બિલને સંસદીય પેનલને મોકલવામાં આવ્યું હતું. બાળ લગ્ન નિષેધ સુધારણા બિલ ૨૦૨૧ રજૂ કરતી વખતે થયેલા હોબાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભાના સ્પીકરને આ બિલ સંસદીય પેનલને મોકલવા વિનંતી કરી હતી.. અગાઉ, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં બાળ લગ્ન પ્રતિબંધ (સુધારા) બિલ, ૨૦૨૧ રજૂ કર્યું હતું. જેમાં મહિલાઓ માટે લગ્ન કરવાની વય કાયદાકીય રીતે ૧૮ વર્ષથી વધારીને લઘુત્તમ વય ૨૧ વર્ષ સુધી વધારવાની જાેગવાઈ સુચિત છે. લોકસભામાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, બીજુ જનતા દળ, શિવસેના અને કેટલાક અન્ય વિપક્ષી દળોએ, બાળ લગ્ન પ્રતિબંધ (સુધારા) બિલ, ૨૦૨૧ની રજૂઆતનો ભારે વિરોધ કર્યો હતો. વિપક્ષી સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે બિલ ઉતાવળમાં લાવવામાં આવ્યું હતું અને સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી ન હતી. આ બિલ પાસ થવાથી મહિલાઓ માટે લગ્નની કાયદેસર ઉંમર પુરૂષો જેટલી થઈ જશે. આ બિલને વધુ ચર્ચા અને તપાસ માટે સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિપક્ષી સભ્યોના સૂત્રોચ્ચાર વચ્ચે, ગૃહે ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ, કોસ્ટ એન્ડ વર્ક્‌સ એકાઉન્ટન્ટ્‌સ એન્ડ કંપની સેક્રેટરીઝ (સુધારા) બિલ, ૨૦૨૧’ સ્થાયી સમિતિની વિચારણા માટે મોકલવાની મંજૂરી આપી. ગૃહમાં હોબાળો ચાલુ રહેતાં અધ્યક્ષે, લોકસભાની કાર્યવાહી બુધવારે સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *