ન્યુદિલ્હી,
સરકાર ટેકાના ભાવ નક્કી કરશે તે ભાવે ખરીદી જ નહીં શકે. જાે ઓપન માર્કેટમાં ટેકાના ભાવ નીચે જાય અને સરકાર ટેકાના ભાવ મુદ્દે કાયદો લાવે તો પણ ખાનગી ક્ષેત્રે તે ભાવથી ખરીદી નહીં થાય. તેમણે દાવો કર્યો હતો કે એવામાં ખેડૂતો તે જ પાક ઉગાડશે કે જેનાથી તેને વધુ નફો મળે. જેમ કે પંજાબમાં માત્ર ઘઉ અને ચાવલની ખેતી વધુ થાય છે. જાે બધા જ ખેડૂતો અનાજની ખેતી કરવા લાગશે તો આટલા બધા અનાજનું શું કરવું તે મોટો સવાલ પેદા થશે. સુપ્રીમ કોર્ટે રચેલી પેનલના સભ્ય અનિલ ઘનવટે કહ્યું છે કે ટેકાના ભાવની કાયદેસર માન્યતા કરતા પાકને ઓપન માર્કેટમાં વેચવા મુકવો જાેઇએ અને તે દ્રષ્ટીએ સરકારે જે કૃષિ કાયદામાં સુધારા કર્યા છે તે યોગ્ય છે. કેમ કે ઓપન માર્કેટથી તેટલી જ ખરીદી થશે જેટલાની જરૂરીયાત હોય અને ખુલ્લા માર્કેટમાં વેચવાની પણ આઝાદી ખેડૂતોને મળી જશે. અનિલ ઘનવટે દાવો કર્યો હતો કે કૃષિ કાયદા પરત લેવાની જરૂર નહોતી પણ તેમાં સુધારો કરી શકાયો હોત.ખેડૂતોના ભારે વિરોધને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓને રદ કરવાની જાહેરાત કરી હતી. એવામાં આ મામલો હજુ પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કૃષિ કાયદાઓને લઇને એક પેનલની રચના કરવામાં આવી હતી. આ પેનલા સભ્ય અનિલ ઘનવટે કૃષિ કાયદાઓનું સમર્થન કર્યું હતું સાથે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે કૃષિ કાયદા અંગેનો જે રિપોર્ટ પેનલે તૈયાર કર્યો છે તેને વહેલી તકે જાહેર કરવામાં આવે. અનિલ ઘનવટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને આ રિપોર્ટ વહેલી તકે જાહેર કરવાની અપીલ કરી છે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કૃષિ કાયદાના ઘણા ફાયદા છે. અને કૃષિ કાયદાના સમર્થનમાં દિલ્હીમાં હું એક લાખ ખેડૂતોને એકઠા કરવા જઇ રહ્યો છું કેમ કે જે સુધારા કરવામાં આવ્યા છે તેની તાતી જરૂરીયાત છે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ટેકાના ભાવની કાયદેસર માન્યતા માટે ખેડૂતો જે માગણી કરી રહ્યા છે તેનો અમલ કરવો શક્ય નથી. કેમ કે ટેકાના ભાવને કાયદેસરની માન્યતા આપવાથી વધુ ફાયદો નહીં થાય. અનિલ ઘનવટનો દાવો છે કે કૃષિ કાયદાઓને રદ કરવાથી આંદોલન કરી રહેલા ખેડૂતોને રાહત મળશે, ટેકાના ભાવની માગ પુરી થાય તો પણ તેને થોડી ઘણી રાહત મળશે પણ હાલ સરકારની આર્થિક સિૃથતિ સારી નથી તેથી ટેકાના ભાવને કાયદેસર માન્યતા આપવાથી કોઇ ફાયદો નહીં થાય.