નવીદિલ્હી
પનામા પેપર્સ કેસને લઈને ઐશ્વર્યા રાયની ઈડ્ઢ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી હતી, ત્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને રાજ્યસભામાં કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે ભાજપના સાંસદ દ્વારા હોબાળો કરાતા જયા બચ્ચન વધુ નારાજ થઈ ગયા. એટલુ જ નહિ તેમણે કહ્યું, ‘ટુંક સમયમાં ભાજપના ખરાબ દિવસો આવશે.’ ઉપરાંત જયા બચ્ચને કહ્યું, ‘તમારી પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય. લોકોને ન્યાય જાેઈએ છે, પરંતુ સત્તામાં રહેલા લોકો પાસેથી આની અપેક્ષા રાખી શકાય નહીં.’ આ સિવાય જયા બચ્ચન ઉપાધ્યક્ષ ભુવરેશ્વર કાલિકા પર પણ ગુસ્સે થયા અને કહ્યું કે તે કંઈ સાંભળી રહ્યા નથી. તમને જણાવી દઈએ કે, જયા બચ્ચનના નિવેદન પર ગૃહમાં ભારે હોબાળો થયો અને ગૃહની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી.પનામા પેપર્સ લીક કેસમાં બચ્ચન પરિવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રડાર પર છે. સોમવારે અમિતાભ બચ્ચનની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનની દિલ્હીમાં ઈડ્ઢ ઓફિસમાં છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ અંગે સાંસદ જયા બચ્ચને રાજ્યસભામાં કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ સમગ્ર મામલે શિવસેના સાંસદ સંજય રાઉતે પણ પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે આ મામલે કેન્દ્રની મોદી સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી છે. ઐશ્વર્યા રાયની પુછપરછને લઈને સંજય રાઉતે કહ્યું કે, ‘જયા બચ્ચનની નારાજગી કેન્દ્ર સરકાર તેમના પરિવારના સભ્યો પર ઉતારી રહી છે.’ સંજય રાઉતે કહ્યું કે, ‘જયા બચ્ચન વિપક્ષી પાર્ટીઓ સાથે ઉભા છે અને તેમને ટેકો આપી રહ્યા છે. આ કારણોસર ઈડ્ઢ દ્વારા બચ્ચન પરિવારને નોટિસ મોકલવામાં આવી રહી છે. વધુમાં તેમણે કહ્યુ કે, ઐશ્વર્યા બાદ ઈડ્ઢ દ્વારા પરિવારના અન્ય સભ્યોને પણ આ મામલે સરકારા નોટિસ મોકલશે.