નવીદિલ્હી
કેન્દ્ર સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર ગુપ્તચર એજન્સીઓ અને સૂચના અને પ્રસારણ મંત્રાલયે સોમવારે આ આદેશ જાહેર કર્યો છે. આદેશ અનુસાર, યુટ્યુબ પર ૨૦ ચેનલો અને ૨ વેબસાઇટ ફેક ન્યૂઝ દ્વારા ભારત વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવી રહી હતી. તેમને બે અલગ-અલગ ઓર્ડરમાં બ્લોક કરવા માટે પગલાં લેવામાં આવ્યા હતા.ભારત સરકારે પાકિસ્તાનના જુઠ્ઠાણા ફેલાવવાના પ્રચાર પર જાેરદાર પ્રહાર કર્યા છે. કેન્દ્ર સરકારે ૨૦ યુટ્યુબ ચેનલ અને બે વેબસાઈટ બંધ કરી દીધી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે કડક પગલાં લઈને પાકિસ્તાનની મદદથી ચાલતા ફેક ન્યૂઝ નેટવર્કને બ્લોક કરી દીધું છે.