Gujarat

બજેટ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા માંડ્યાઃ રોજના રેટ કઇ રીતે જાણી શકાશે?

મુંબઇમાં પેટ્રોલના ભાવ સદી ફટકારવા તરફ, અમદાવાદમાં 83.92 રૂપિયા

 

નવી દિલ્હી/ અમદાવાદઃ બજટમાં મોદી સરકારે પેટ્રોલ-ડીઝલ પર કૃષિ સેસ લાદતા બંને ઇંધણના ભાવમાં વધારો (Petrol Diesel Rise) થવા માંડયો છે. ગેસના ભાવો પણ ઊંચકાયા છે. આજે પેટ્રોલના ભાવમાં 32 પૈસાનો અને ડીઝલના ભાવમાં 36 પૈસાનો વધારો થતા લોકોના ખિસ્સા પર વધુ બોજ પડશે.

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 83.92 રૂપિયા પર પહોંચ્યો છે તો ડિઝલનો ભાવ 82.71 રૂપિયા થયો છે. માર્ચના મધ્યથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં લગભગ 17 રૂપિયા અને ડીઝલના ભાવમાં લગભગ 14 રૂપિયા જેટલો વધારો થયો છે. તેની સાથે જ દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલની કિંમત અત્યાર સુધીની ઉચ્ચ સપાટી પર પહોંચી ગઈ છે.

મુખ્ય મેટ્રો સિટીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

         શહેર                પેટ્રોલ           ડીઝલ

  • દિલ્હી               86.95         77.13
  • કોલકાતા          88.30        80.71
  • મુંબઈ               93.49        83.99
  • ચેન્નઈ               89.39        82.33

દેશમાં સવારે 6 કલાકે ભાવ બદલાય છે

પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલમાં પડતર કિંમત કરતા બમણીથી વધુ ટેક્સ નાંખી દેવાતા સામાન્ય નાગરિકના ખિસ્સા ખાલી થઇ રહ્યા છે. પરિણામે વિશ્વના સૌથી મોંઘા પેટ્રોલ-ડીઝલવાળા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે.

ભાવ SMS દ્વારા જાણી શકાય છે

પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

petrol1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *