Gujarat

ભાવનગરમાં કોંગ્રેસે રોડ પરના ખાડા મુદ્દે અનોખો દેખાવ કર્યો

ભાવનગર
ભાવનગર શહેરના ગૌરવ પથ ગણાતા મુખ્ય રોડ એટલે કે દેસાઈ નગર ખાતે કોંગ્રેસે અનોખો દેખાવ કર્યો હતો. ભાવનગર શહેર કોંગ્રેસ ના આગેવાનો દ્વારા રોડ પર બનેલા મસમોટા ખાડાઓને મેજર ટેપથી માપવામાં આવ્યા હતા. સાથે જ ખાડા નું પૂજન પણ અબીલ, લાલ, કંકુ અને ફુલહાર સાથે કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેર કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત કરી અને શાસક પક્ષ અને અધિકારીઓ મલાઇ ખાઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *