Gujarat

રાજકોટવાસીઓ બીજાે ડોઝ લેવામાં આળસુ બન્યા

રાજકોટ
રાજકોટ શહેરમાં નવા ૨૦ કેસ આવ્યા છે તેમાં એરપોર્ટ રોડ અને ર્નિમલા રોડ પર રહેતા ૧૭ વર્ષના કિશોરનો પણ સમાવેશ થાય છે. અન્ય જે કેસ આવ્યા છે તે દોશી હોસ્પિટલ રોડ, કાલાવડ રોડ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર રોડ, રેસકોર્સ, અમીન માર્ગ, રામકૃષ્ણ નગર, માધાપર ચોકડી, ગીતાનગર, ચંદ્રપાર્ક સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. શહેરમાં કેસની સંખ્યા વધતા ટેસ્ટ પણ વધુમાં વધુ કરીને શક્ય તેટલા કેસ ઝડપથી બહાર લાવી ફેલાવતા અટકાવવા માટે મહાનગરપાલિકાએ પાંચ સ્થળે ટેસ્ટિંગ બૂથ શરૂ કરવા ર્નિણય લીધો છે. બીજી તરફ જિલ્લામાં પણ કેસમાં વધારો આવ્યો છે અને મંગળવારે ૨ કેસ હતા જે બુધવારે ૭ કેસ થયા છે. જે પૈકી ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં રહેતા પરિવારના ૪ સભ્ય કોરોનાગ્રસ્ત થયા છે જેમાં ૯ વર્ષની પુત્રી અને ૩ વર્ષના પુત્રનો સમાવેશ થાય છે. આ સાથે જિલ્લામાં પણ એક્ટિવ કેસ ૪૪ થયા છે જે પૈકી ૯ હોસ્પિટલ જ્યારે ૩૫ હોમ આઈસોલેશનમાં છે. રાજકોટ શહેરમાં એવા હજુ એક લાખ જેટલા લોકો છે જેમને બીજા ડોઝ લેવાનો સમય થઈ ગયો છે આમ છતાં વેક્સિન લીધી નથી. આ માટે મનપાએ પોતાનો મોટાભાગનો સ્ટાફ આ તમામ લોકોએ નોંધાવેલા નંબર પર ફોન કરીને રસી લેવા માટે જણાવી રહ્યા છે.રાજકોટ શહેરમાં મંગળવારે નવા ૩૫ કેસ બાદ બુધવારે વધુ ૨૦ નવા પોઝિટિવ કેસ આવ્યા છે. આ સાથે હાલ માત્ર શહેરમાં જ કોરોનાની સારવાર ચાલતી હોય તેવા એક્ટિવ કેસ ૧૪૯ છે. જાેકે મોટાભાગના દર્દીઓ હોમ આઈસોલેશનમાં જ છે અને અમુકને જ હોસ્પિટલમાં સારવારની જરૂર પડી રહી છે. શહરેમા કે.કે.વી. ચોક, રૈયા ચોકડી, મવડી ચોકડી, આકાશવાણી ચોક અને લીમડા ચોકમાં નવા ટેસ્ટિંગ બુથ શરૂ કરાશે જ્યારે ગ્રામ્યમાં વધુ ૭ કેસ નોંધાતા એક્ટિલ કેસની સંખ્યા ૪૪ પર પહોંચી ગઈ છે. શહેરમાં એક લાખ લોકો બીજાે ડોઝ લેતા ન હોવાથી મનપા આ લોકોને સતત ફોન કરી વેક્સિન લેવા સમજાવી રહી છે.

Corona-vaccine.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *