Gujarat

સમયસર ઓફિસમાં આવવા મુદ્દે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અધિકારીઓ પર બગડ્યા

ગાંધીનગર
મહેસૂલ વિભાગમાં અરજદારોની ફરિયાદોનો નિકાલ આવે તે મારી પ્રાથમિકતા છે. અધિકારીઓ સમયસર આવ્યા નથી, તેની મને ટેલિફોનિક ફરિયાદો મળી છે. જે અધિકારીઓ સમયસર નહીં પહોંચે તેની સામે પગલા લેવાશે. તલાટી, મામલતદાર, કલેક્ટર કચેરીના અધિકારીઓએ સમયસર પહોંચવું પડશે. તેમણે કહ્યું હતું કે, અરજીઓ કોઈ કારણ સિવાય વિલંબમાં ન મુકશો. હકદાર અરજકર્તાને જાણીબુઝીને હેરાન કરનારાઓને બક્ષવામાં નહીં આવે. જે અધિકારીઓના ચુકદાઓ વારંવાર ઠરશે તેની પણ સમીક્ષા કરશે. અરજદારને ન્યાય આપવો તે અધિકારીઓની જવાબદારી છે. બિનજરૂરી રીતે પેન્ડિંગ કેસ રખાશે તો અધિકારીઓ સામે પગલા લેવાશે. અધિકારીઓ મોડા પહોંચતા એબીપી અસ્મિતાએ વારંવાર અહેવાલો રજૂ કર્યા છે.મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધિકારીઓ સામે તીખા તેવર બતાવ્યા છે. અધિકારીઓ સમયસર ના આવ્યા હોવાની ફરિયાદ મળી છે. આ મુદ્દે મંત્રીએ કહ્યું કે હું મહેસુલ વિભાગ માં અધિકારીઓને તાકીદ કરું છું. હવે ફરિયાદ મળશે તો એક્શન લેવાશે. વર્ક કલચર અધિકારીઓને બદલવું જ પડશે. મહેસુલ વિભાગમાં ઝડપી નિકાલ મારી પ્રાથમિકતા છે. મહેસુલમાં અધિકારીઓને ચુકાદાઓને વિલંબ પર પણ નારાજગી દર્શાવી છે. મહેસૂલ વિભાગના અધિકારીઓને મહેસૂલ મંત્રીએ વધુ એકવાર ચીમકી આપી છે. મહેસૂલ વિભાગના અધિકારીઓ સમયસર કચેરીએ ન પહોંચતા હોવાથી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી નારાજ છે. મહેસૂલ વિભાગના અધિકારીઓ સમયસર ન આવતા હોવાની ફરિયાદ મળી છે, તેમ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. અધિકારીઓએ વર્ક કલ્ચર બદલવું પડશે. હવે ફરિયાદ મળશે તો એક્શન લેવાશે.

rajendra-trivedi-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *