સુરત જિલ્લાના મઢી ખાતેથી રેલ્વે સ્ટેશન સ્ટાફ ક્વાર્ટસ ખાતેથી મળી આવેલા મૃત કાગડાનો રીપોર્ટ બર્ડ ફલૂ પોઝીટીવ આવતાં, સુરત જિલ્લાનાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે આ અંગે એક જાહેરનામું ૬૦ દિવસ માટે પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામનો ભંગ કરનાર સામે પોલીસ કલમ ૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરશે.આ રોગ અન્યપક્ષીઓમાં ફેલાવવાની શક્યતા રહેલી છે. આ રોગ મુખ્યત્વે પક્ષીઓમાં જોવા મળે છે અને જલ્દીથી પ્રસરે છે. આ રોગ ભાગ્યેજ માણસોમાં ફેલાઈ છે.
આમ છતાં બર્ડ ફલૂ સંક્રમિત પક્ષીઓનાં ચેપ તેનાં સીધા સંપર્કમાં આવનાર માણસને લાગવાની પુરી શક્યતાને ધ્યાને લઇ સાવચેતી અને સતર્કતા રાખવી આવશ્યક છે. જેથી આ રીતે આ ગંભીર ચેપી રોગને ફેલાતો અટકાવવા તકેદારીના ભાગ રૂપે જાહેરહીતમાં કેટલાંક નિયંત્રણ મુકવા જરૂરી હોય ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ થી સુરત જિલ્લાના રેલ્વે સ્ટેશન સ્ટાફ ક્વાટર્સ મઢીની આસપાસનાં એક કિલોમીટરના ત્રિજયાવાળા ચેપ ગ્રસ્ત મહેસુલી વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે મરઘાં પાલનને લગતી કોઈ પણ પ્રવૃત્તિ જેવી કે ઈંડા, મરઘાં, મરઘાંની અગાર તથા મરઘાં ફાર્મની સાધન સામગ્રી અંદર કે બહાર લઈ જવા પર પ્રતિબંધ રહેશે.
