Gujarat

અમદાવાદની પરણિતા બોયફ્રેન્ડ સાથે લિવ ઈનમાં રહેતા ગર્ભવતી બની

અમદાવાદ
અમદાવાદમાં ૨૩ વર્ષીય યુવતીના તેના માતા-પિતાએ લગ્ન કરાવ્યાં હતા. લગ્ન બાદ પોતાના બોયફ્રેન્ડ સાથે ભાગી અને લિવ ઈન રિલેશનશિપમાં યુવતી રહેવા લાગી હતી. રિલેનશિપના છ મહિનામાં તેઓ વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા અને પોતે ત્રણ મહિનાથી ગર્ભવતી બની હતી. અવારનવાર ઝઘડા થતા તેના બોયફ્રેન્ડને તેને હવે તારી સાથે નથી રહેવું એમ કહી કાઢી મુકી હતી. જેથી યુવતી આ મામલે મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. માતા-પિતાએ રાખવાની ના પાડતાં આ સમગ્ર મામલે મહિલા હેલ્પલાઇન તેને હાલમાં આશ્રય ગૃહમાં મોકલી આપી છે. જાેકે આ ઘટનામાં હજી સુધી તેના બોયફ્રેન્ડ સામે કોઈ પોલીસ ફરિયાદની કાર્યવાહી કરાઇ નથી. ૨૩ વર્ષીય યુવતીએ મહિલા હેલ્પલાઇન અભયમ ૧૮૧ની ટીમને ફોન કરી જણાવ્યું હતું કે તે એક યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહતી હતી. તે હવે મને રાખવા માગતો નથી અને મારા માતા- પિતાના વિરુદ્ધમાં જઈને રહેતી હોવાથી તેઓ પણ રાખવા તૈયાર નથી. મહિલા હેલ્પલાઇન ટીમે ત્યાં પહોંચીને યુવતીની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે યુવતીને તેના માતા-પિતાએ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરાવી દીધા હતા લગ્ન બાદ પોતે સાસરીમાં સારી રીતે રહેતી હતી. લગ્નના થોડા દિવસ પછી યુવતી તેની સાસરી છોડીને પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. લગ્ન પહેલા યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે પ્રેમ સબંધ હતો જે ફરી એકવાર સંપર્કમાં આવ્યો હતો તેના બોયફ્રેન્ડ ને એની સાથે હવે લગ્ન કરવા કહ્યું હતું પરંતુ યુવતીએ તેના લગ્ન થઇ ગયા છે તેવું જણાવ્યું હતું. જેથી બોયફ્રેન્ડને ધમકી આપી હતી કે જાે તું લગ્ન નહીં કરે તો હું મરી જઈશ. જેથી યુવતી ઘર છોડીને બોયફ્રેન્ડ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગી હતી. યુવતી સાથે માતા-પિતા અને તેના પતિએ તેની સાથે સંબંધ કાપી નાખ્યા હતા. લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ થોડા સમયે તેઓ વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. યુવતીએ આ અંગેની જાણ તેના માતા-પિતાને કરી હતી. માતા-પિતાએ પણ યુવતીને રાખવાની ના પાડી દીધી હતી. પોતે લિવ ઈન રિલેશનશિપમાં રહેતા ત્રણ મહિનાનો ગર્ભ પણ રહી ગયો હતો. જેથી આવી હાલતમાં ક્યાં જવું ખબર પડતી ન હોવાથી તેણે મહિલા હેલ્પલાઇન ૧૮૧ની મદદ માંગી હતી. મહિલા હેલ્પલાઇન અભયમની ટીમે યુવતીના પ્રેમીને સમજાવ્યો હતો જાે કે, તે રાખવા તૈયાર ન હતો. યુવતી પ્રેમી, પતિ કે માતા-પિતા રાખવા તૈયાર ન હોવાથી અભયમની ટીમે યુવતી આશ્રય ગૃહમાં મોક્લી આપી હતી. જાે કે આ સમગ્ર મામલે કોઇ કાયદેસરની કાર્યવાહી કરાઈ નથી.સમાજમાં પ્રેમના નામે એવા અનેક કિસ્સાઓ સામે આવે છે જેમાં યુવતીઓ લિવ ઈન રિલેશનશીપમાં રહેવા લાગે છે અને બાદમાં ઝગડાઓ થતાં એકબીજાનો સાથ છોડી દે છે. ઘણા કિસ્સાઓમાં માતા પિતા પણ આવી ઘટનાઓ બાદ યુવતીને રાખવા તૈયાર નથી થતાં ત્યારે તેની હાલત બદતર થઈ જાય છે અને છેવટે મહિલા હેલ્પલાઈનની મદદ લે છે. અમદાવાદ શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. લગ્ન કર્યા બાદ સાસરીમાં સુખેથી રહેતી યુવતી તેના બોયફ્રેન્ડની ધમકીથી ડરીને લિવ ઈન રિલેશનશીપમાં રહેવા માંડી હતી. આ દરમિયાન બોયફ્રેન્ડે તેને ગર્ભવતી બનાવીને તરછોડી દીધી હતી. યુવતીને તેના માતાપિતાએ પણ રાખવાની ના પાડતાં તેણે હેલ્પલાઈનની મદદ માંગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *