Gujarat

કૃષિ બિલ પ્રતિષ્ઠાનો મુદ્દો નથી, રાહુલ ગાંધી પાસે ઉકેલ હોય તો જણાવે- નિતિન ગડકરી

કોંગ્રેસ ખેડૂતોને મુંઝવણમાં મુકી રહી છે- કેન્દ્રીય મંત્રી 

નવી દિલ્હી:

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મંગળવારે વિપક્ષ અને ખાસ કરી કોંગ્રેસને ખોટી અફવા ફેલાવવા માટે આડે હાથે લીધા છે. ગડકરીએ જણાવ્યું કે કૃષિ કાયદાને લઇ વિપક્ષ અફવા ફેલાવવાનું કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની સરહદ પર ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 69 દિવસથી ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. નિતિન ગડકરીએ જણાવ્યું કે મોદી સરકાર ખેડૂતોની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે અને તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અપીલ કરી છે કે આ કોઇ પ્રતિષ્ઠાનો મુદ્દો નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે રાહુલ ગાંધીને ફરિયાદ હોય તો તેઓ સરકારને કહી શકે છે. જો તેમની પાસે સરકારને આપવા માટે કોઈ પ્રસ્તાવ અથવા ઉકેલ હોય તો તે પણ તેઓ કહી શકે છે. તેમણે આવવું જોઇએ અને વાતચીત કરવી જોઇએ. કોંગ્રેસ કૃષિ કાયદા પર અત્યાર સુધી ખેડૂતોને મનાવી નથી શકી. તેથી હવે તેમને મુંઝવણમાં મુકવાનું કામ કરી રહી છે.

ગડકરીએ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીને અધિકાર છે કે તેઓ સરકારની નીતિઓની ટીકા કરે. જોકે કોંગ્રેસને દેશના સામાન્ય નાગરિક અને ગરીબોના મુદ્દાને લઇ રાજકારણ ના કરવું જોઇએ. ગડકરીએ જણાવ્યું કે કૃષિ કાયદા ખેડૂત વિરોધી નથી. મોદી સરકાર ખેડૂતોની સ્થિતિમાં સુધાર કરવા માંગે છે અને તેમની આવક વધારવા માંગે છે.

ગડકરીએ 26 જાન્યુઆરીના રોજ લાલ કિલ્લા પર થયેલી હિંસા અંગે જણાવ્યું કે નિશ્ચિત રીતે આ એક રાજકીય ષડયંત્ર હતુ. કેટલાક દેશદ્રોહી લોકો છે જે ખેડૂતોના આંદોલનમાં સામેલ થઇ ગયા છે. 26 જાન્યુઆરીએ જે ઘટના ઘટી તેના કારણે ખેડૂતોના આંદોલનની વિશ્વવસનીયતા ઓછી તઇ ગઇ છે.

ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારણ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ પર જણાવ્યું કે આ વિકાસના નવા અવસર ઉત્પન્ન કરશે. તે દેશના દરેક ભાગના સર્વાંગી વિકાસની વાત કરે છે. વિપક્ષે મોદી સરકાર પર આરોપ લગાવ્યા હતા કે તે દેશના સંસાધનોને વેચવાનું કામ કરી રહી છે, તેના પર નીતિન ગડકરીએ જણાવ્યું કે દેશનો વિકાસ ઉદ્યોગ જગત સાથે જોડાયેલા છે.

IMG_20210202_162945.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *