ગાંધીનગર
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ઘણા વિવાદો અને બબાલ સાથે મતદાન પૂર્ણ થયું છે. તમને જણાવી દઈએ કે ગાંધીનગર મનપાનું સરેરાશ ૫૬.૫૧ ટકા મતદાન થયું છે. સૌથી વધુ વોર્ડ નંબર-૭માં ૬૬.૯૪ ટકા મતદાન થયું. સૌથી ઓછું વોર્ડ નંબર-૫ માં મતદાન થયું. જે ૪૧.૭૩ ટકા મતદાન હોવાનું જાણવા મળ્યું છે.ભાટ ગામે મોટો હોબાળો જાેવા મળ્યો. વોર્ડ-૧૧ ના ભાટ ગામમાં બોગસ વોટિંગનો આક્ષેપ લાગ્યો છે. જેમાં ભાજપે બોગસ વોટિંગ કરાવ્યાનો આપનો આરોપ છે.ગુજરાતમાં ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ૩ ઓકટોબર ને રવિવારના રોજ યોજાયેલી ચૂંટણીનું મંગળવાર અને ૫ ઓકટોબરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. જેને લઇને રાજકીય પક્ષોની ઉત્સુકતા વધી છે. જેમાં ૩ ઓકટોબરના રોજ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે મતદાન યોજાયું હતું. ચૂંટણીમાં મતદાનના આંકડા એવરેજ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે વોર્ડ નંબર-૧ માં પણ સરેરાશ ૬૫ ટકા મતદાન જાેવા મળ્યું છે. ૧૬૨ ઉમેદવારોના ભાવિ ઈફસ્ માં સીલ કરવામાં આવ્યા. દિવસ દરમિયાન ઘણી ફરિયાદો જાેવા મળી. તેમજ ઘણા વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં અનેક સ્થળે બબાલ જાેવા મળી છે. વોર્ડ-૧૦ હેઠળના સેક્ટર-૬માં આપના કાર્યકરોને માર મરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યાં કારમાં આવેલા શખ્સોએ માર માર્યાની ફરિયાદ થઇ છે. સાથે જ બૂથ તોડી નાખવામાં આવ્યું હોવાનો આપનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સેક્ટર-૧૫માં આપના ૫૦થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ટોપી પહેરીને આવેલા આપના કાર્યકરો પાસે આઈ-કાર્ડ માંગવામાં આવ્યા.સેક્ટર-૨૨માં મતદાર યાદીમાંથી મતદારોના નામ ગુમ થવાથી હંગામો થયાના અહેવાલ પણ સામે આવ્યા હતા. તેમજ સેક્ટર-૨૪માં ભાજપના કાર્યકરો ખેસ પહેરીને આવ્યાની ફરિયાદ પણ જાેવા મળી.
